પોરબંદર ભારતીય કોસ્ટ ગાર્ડ હેલિકોપ્ટર ક્રેશ ઘટના :મૃતક જવાનોના અંતિમ સંસ્કાર સન્માન પુર્વક કરવામાં આવશે
ICG ALH MK-III હેલિકોપ્ટર CG 859 આજે 05 જાન્યુઆરી 25 ના રોજ લગભગ 12:15 કલાકે પોરબંદર એરપોર્ટ રનવે પર લેન્ડિંગ સમયે એક ભયંકર દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટના સમયે ICG હેલિકોપ્ટરમાં 02 પાઇલોટ અને 01 એર ક્રૂ ડાઇવર હતા અને તે નિયમિત તાલીમ પર હતા.
આ ઘટનાની જાણ થતાં પોરબંદર ફાયર બ્રિગેડના જવાનો અને કોસ્ટ ગાર્ડ જવાનો એ તરત જ, ક્રૂને બહાર કાઢવામાં આવ્યા હતા અને સરકારી હોસ્પિટલ પોરબંદરમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના કારણોની તપાસ બોર્ડ ઓફ ઈન્કવાયરી દ્વારા કરવામાં આવી રહી છે.
મૃતક ક્રૂના નશ્વર અવશેષો એટલે કે. કમાન્ડન્ટ (જેજી) સૌરભ, ટીએમ, ડેપ્યુટી કમાન્ડન્ટ એસ કે યાદવ અને મનોજ પ્રધાન નાવિકના અંતિમ સંસ્કાર સેવા પરંપરાઓ અને સન્માન મુજબ કરવામાં આવશે.અમે ભારતીય તટરક્ષક દળના ત્રણ બહાદુર આત્માઓને સલામ કરીએ છીએ જેમણે રાષ્ટ્રની સેવામાં પોતાનો જીવ ન્યોછાવર કર્યો.તેમ કોસ્ટ ગાર્ડ દ્વારા સતાવાર રીતે અખબાર યાદીમાં જાહેર કરવામાં આવ્યું હતું