પોરબંદર તાલુકા અને જિલ્લાકક્ષા ખેલ મહાકુંભ 3.0 સ્પર્ધાની તારીખ અને સ્થળમાં ફેરફાર કરાયો
પોરબંદર ,તા.૬:ગુજરાત સરકારશ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર આયોજીત જિલ્લા વહીવટી તંત્ર,પોરબંદરના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ ૩.૦ તાલુકા/જિલ્લાકક્ષા સ્પર્ધાની તારીખ અને સ્થળ ફેરફાર કરવામાં આવ્યો છે.
જેમાં પોરબંદર તાલુકા કક્ષાનાં ચેસ તમામ વયજૂથનાં (ભાઈઓ-બહેનો) માટે સ્પર્ધા તા.૧૧/૦૧/૨૦૨૫નાં
રોજ મહેર સમાજ,બોખીરા ખાતે અને જિલ્લા કક્ષાનાં ચેસમાં તમામ વયજૂથ (ભાઈઓ-બહેનો) માટે સ્પર્ધા તા.૧૧/૦૨/૨૦૨૫નાં રોજ મહેર સમાજ,બોખીરા ખાતે યોજાશે.
પોરબંદર તાલુકા કક્ષા ખો-ખો તમામ વયજૂથ (ભાઈઓ -બહેનો) તા.૧૧/૦૧/૨૦૨૫ના રોજ સ્પર્ધા G.M.C સ્કુલની પાછળનું મેદાન, સાંદીપની રોડ, પોરબંદર ખાતે અને જિલ્લાકક્ષા ખો-ખો તમામ વયજૂથ (ભાઈઓ-બહેનો) માટે તા.૧૩/૦૧/૨૦૨૫ના રોજ સ્પર્ધા G.M.C સ્કુલની પાછળનું મેદાન, સાંદીપની રોડ, પોરબંદર ખાતે,
જિલ્લા કક્ષા આર્ચરી તમામ વયજૂથ (ભાઈઓ-બહેનો) માટે તા ૧૮/૦૧/૨૦૨૫ના રોજ સ્પર્ધા શ્રી સરદાર પટેલ રમત સંકુલ, સાંદીપની મંદિર સામે, પોરબંદર ખાતે અને પોરબંદર તાલુકાકક્ષા યોગાસન તમામ વયજૂથ (ભાઈઓ-બહેનો) માટે તા.૧૯/૦૧/૨૦૨૫ના રોજ સ્પર્ધા શ્રી સરદાર પટેલ રમત સંકુલ, સાંદીપની મંદિર સામે, પોરબંદર ખાતે યોજાશે અને પોરબંદર જિલ્લા કક્ષા સ્વીમીંગ તમામ વયજૂથ (ભાઈઓ-બહેનો) માટે તા.૧૬/૦૨/૨૦૨૫ના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બિલ્ડીંગ,સ્વીમીંગ પુલ,ક્રિકેટ બંગલો,જામનગર ખાતે સ્પર્ધા યોજાશે.