પોરબંદર માં ” કલ ખેલ મેં હમ હો ન હો ” સંગીત સમારોહ નું ભવ્ય આયોજન

સુરખાબી નગર પોરબંદર માં સાંસ્કૃતિક પ્રવૃતિઓ ની અગ્રીમ સંસ્થાઓ સુરશ્રી સાંસ્કૃતિક ચેરિટેબલ ટ્રસ્ટ અને સુરશ્રી ક્લચરલ ક્લબ, પોરબંદર દ્વારા અમરગાયક મુકેશજી, સુરીલા ગાયક શ્રી મન્નાડેજી અને સ્વર કિન્નરી શ્રી લતા મંગેશકર ના સુમધુર ગીતો ના મનભાવન કાર્યક્રમ ” કલ ખેલ મેં હમ હો ન હો ” નું ભવ્ય આયોજન તા. 5 જાન્યુઆરી, રવિવારે રાતે 8-30 કલાકે, બિરલા હોલ, પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું.

આ સુરીલા કાર્યક્રમ માં વડોદરા થી ખાસ સોની ટીવી એક્સ ફેક્ટર ફેઈમ સજદા સિસ્ટર્સ રેખા રાવલ, રાજકોટ ના વોઇસ ઓફ મુકેશ ઘનશ્યામ રાવલ અને જામખંભાળિયા ના વોઇસ ઓફ મન્નાડે શ્રી જલ્પેશ માંકડે પોતાના સુરીલા કંઠે મુકેશજી, મન્નાડેજી અને લતાજી ના યાદગાર ગીતો ની સૂરીલી પ્રસ્તુતિ કરી સહુ શ્રોતાઓ ને મંત્રમુગ્ધ કર્યા હતા.આ ગાયકો ને ખુબ સુંદર વાદ્ય સંગત રાજકોટ ના શ્રી તુષાર ગોંસાઈ,કીબોર્ડ, ભાર્ગવ જાની, તબલા સંગત, મહેશ ઢાકેચા, ઢોલક – કોંગો, ફિરોઝ શેખ, ઓક્ટોપેડ અને જિમી વ્યાસ, ગિટાર સંગત કરી હતી.
કાર્યક્રમ નું સંયોજન કમલ રાજપરા એ અને ખુબ સરસ, સુચારુ સંચાલન પોરબંદર ના ડો. રાજેશ કોટેચા એ ખુબ રસાળ શૈલી માં કર્યું હતું.
આ કાર્યક્રમ માં સૌરાષ્ટ્ર સિમેન્ટ ના  નરેન્દ્રસિંઘ સાહેબ, ઓરિએન્ટ સેરાટેક લી. ના અધિકારી ઓ, ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખશ્રી જીગ્નેશભાઈ કારિયા, ડો. અનિલભાઈ દેવાણી, સ્ટેટ બેંક ના અધિકારીઓ ડો. સુરેશભાઈ ગાંધી, ડો. વિરમભાઇ ગોઢાણીયા ,  આફતાબભાઈ કારતેલા,  ભરતભાઈ રાજાણી,  મુકેશભાઈ કોટેચા,  કમળાબેન કોટેચા, પી. સી. સી. બેંક ના ચેરમેન  અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને અન્ય મહાનુભાવો ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સંસ્થા ના ચેરમેન શ કિરીટભાઈ રાજપરા, પ્રેસિડેન્ટ અશ્વિનભાઈ ઠાકર, વાઇસ પ્રેસિડેન્ટ નીરજભાઈ મોનાણી, સેક્રેટરી સુનિલભાઈ શુક્લ કારોબારી સભ્યો પંકજભાઈ મોનાણી,  પ્રકાશભાઈ પરમાર, વિજયભાઈ ભટ્ટ અને સભ્ય  હિતેષભાઇ રાઠોડ઼ે તથા અન્ય સભ્યો જહેમત ઉઠાવી હતી.
આ સુરીલા કાર્યક્રમમાં સુરશ્રી ના સર્વે સભ્યો અને નિમંત્રિત મહેમાનો એ સતત 30 વર્ષ થી પોરબંદર માં સાંસ્કૃતિક ક્ષેત્રે કાર્યરત  કિરીટભાઈ રાજપરા, શ્રી કમલભાઈ રાજપરા અને સહુ હોદેદારો ને ખુબ અભિનંદન પાઠવી અને પ્રોત્સાહિત કર્યા હતા. સુજ્ઞ શ્રોતાઓ એ મોડી રાત સુધી કાર્યક્રમ માણ્યો હતો.

કિરીટ રાજપરા
પ્રેસિડેન્ટ
સુરશ્રી સાંસ્કૃતિક ચેરિટેબલ ટ્રસ્ટ, પોરબંદર

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!