પોરબંદરની કોર્ટ માં ચેક રીટર્ન ના કેસમાં એન્જિનિયર ને એક વર્ષની સજા ફટકારવામાં આવી

પોરબંદરની કોર્ટમાં તારીખ:૦૬-૦૧-૨૦૨૫ ના રોજ ચેક રીટર્ન ના કેસમાં એન્જિનિયર ને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે અને જો તે એક માસમાં Rs.2,00,000/-ની રકમ નહીં ચૂકવે તો વધુ 6 માસની જેલ ભોગવવી પડશે તેવો પોરબંદર કોર્ટે હુકમ કર્યો છે.

કેસની વિગત એવી છે કે પોરબંદરના યોગેશ કરસનભાઈ કોટિયા રહે. જલારામ મંદિર પાસે, ખારવાવાડ, તરવાળી શેરી, પોરબંદર વાળા દ્વારા એવા મતલબની ફરિયાદ કરવામાં આવેલ હતી કે એન્જિનિયર રાજ જશરાજ ગોહિલ રહે.ખારવાવાડ,ગરબી ચોક, હાલમાં ગાયત્રી મંદિર પાસે, સ્વસ્તિક રેસીડેન્સી વાળી ગલી, રવિપાર્ક, ખાપટ વિસ્તાર, પોરબંદર કે જેમણે પોતાનો પ્લોટ પોરબંદર બોખીરા ગામ અયોધ્યા નગરી નામે ઓળખાતી જગ્યામાં 50 ચોરસ મીટર નો પ્લોટ આવેલ હોય અને ફરિયાદીને તે પ્લોટ ઉપર ફરિયાદીના કહ્યા મુજબનું બાંધકામ કરી વેચાણ આપવાનું નક્કી કરેલ જે અંગે ફરિયાદી તથા આરોપી વચ્ચે સમજૂતી કરાર Rs.300/- ના સ્ટેમ્પ પર નોટરી રૂબરૂ કરવામાં આવેલ જે સમજૂતી કરાર મુજબ ફરિયાદીએ Rs.2,00,000/-(રૂપિયા બે લાખ) એડવાન્સ આપેલ હતા ત્યારબાદ આરોપી દ્વારા કરાર મુજબ બાંધકામ પૂર્ણ ન કરી શકતા ફરિયાદીને એડવાન્સ આપેલ રકમ પરત માંગતા તારીખ:23, જાન્યુઆરી 2020 ના રોજ કરાર કેન્સરનો કરાર કરેલ અને ફરિયાદીને પરત ચૂકવવાની રકમ Rs.2,00,000/- (રૂપિયા બે લાખ) નો આરોપીએ પોતાના એચ.ડી.એફ.સી. બેન્કનો ચેક નં.000137 નો તારીખ:1, નવેમ્બર, 2020 ના રોજ નો આપેલ, જે ચેક ડિપોઝિટ કરવા ફરિયાદીએ આરોપીને જાણ કરતા આરોપીએ સદર ચેક ડિપોઝિટ નહીં કરવા જણાવેલ અને નવો ચેક નંબર 000157 નો ફરિયાદીને લેણી રકમ ચૂકવવા સારું આરોપીએ આપેલ જે ચેક ફરિયાદીએ તારીખ:15-10-2022 ના રોજ પોતાના બેંક ઓફ બરોડા માં વસૂલ થવા જમા કરાવતા સદર ચેક ખાતું બંધ કરાવેલ હોવાથી “પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોવર” ના સેરા સાથે પરત ફરેલ જે અંગેની જાણ ફરિયાદીને બેંક દ્વારા તારીખ:19-10-2022 ના રોજ કરેલ હતી.

જેથી ફરિયાદીએ વકીલ  મારફત આરોપીને તારીખ:27-10-2022 ના રોજ નોટિસ આપેલ જે નોટિસ આરોપીને તારીખ:29-10-2022 ના રોજ બજવણી થતા આરોપીએ નોટિસનો ઉડાઉ જવાબ આપેલ અને ફરિયાદીની લેણી રકમ ચૂકવેલ નથી તેમ કરી આરોપીએ ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ૧૮૮૧ ની કલમ ૧૩૮ મુજબનો ગુનો કરેલ હોય માટે ફરિયાદીએ આરોપીને શિક્ષા અને દંડ કરવા ફરિયાદ કરેલ.

આ ફરિયાદ પોરબંદરની કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના એડવોકેટ દ્વારા ધારદાર દલીલો કરેલ હતી અને દલીલો તેમજ રેકર્ડ પરના પુરાવાઓ તેમજ હકીકતો વગેરેને ધ્યાનમાં લઇ પોરબંદર કોર્ટ દ્વારા આરોપીને ક્રિમિનલ પ્રોસીઝર કોડ ની કલમ-૨૫૫(૨) અન્વયે ધી નેગોશિયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ૧૮૮૧ ની કલમ-૧૩૮ મુજબના શિક્ષાપત્ર સદર ગુનામાં તકસીરવાન ઠરાવી 1 વર્ષની સાદી કેદ ની સજા તેમજ Rs.2,00,000/- (રૂપિયા બે લાખ) હુકમ થયાની તારીખથી એક માસની અંદર ફરિયાદી ને ન ચૂકવે તો વધુ 6 માસની સાદી કેદની સજા નો પોરબંદર કોર્ટ દ્વારા હુકમ ફરમાવવામાં આવેલ તથા આરોપી કોર્ટ માં હાજર ન હોય આરોપી સામે પકડ વોરંટ ઈશ્યુ કરવાનો હુકમ કરવામાં આવેલ.

આમ, અસીલના ન્યાય પ્રત્યેના વિશ્વાસને પોરબંદરની કોર્ટ દ્વારા વધુ મજબૂત અને દ્રઢ બનાવ્યો હતો. આ કામે ફરિયાદીના એડવોકેટ તેજસભાઈ જે થાનકી રોકાયેલા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!