પોરબંદરનું ગૌરવ: ઉદ્યોગપતિ કેતનભાઈ ગજ્જરની રક્તદાન ક્ષેત્રે અનેરી સેવા બદલ મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ
પ્રાઈડ ઓફ અમદાવાદ એવોર્ડ સમારોહ માં કરાયું અભિવાદન
અમદાવાદ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ‘પ્રાઈડ ઓફ અમદાવાદ’ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સેન્ચ્યુરીયન બ્લડ ડોનર્સ અને સ્ટાર બ્લડ ડોનર સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત આગેવાનો અને. સેવાભાવી સંસ્થાઓ ના હોદેદારો ઉપસ્થિત હતા.
સો કે તેથી વધુ વખત રક્તદાન કરવું એ અત્યંત ગૌરવપૂર્ણ બાબત અને સત્કાર્ય છે. આવા શતકવીર રક્તદાતાઓ ખરા અર્થમાં યોદ્ધાઓ છે.
રેડક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન સહિતની વિવિધ આરોગ્ય સેવાઓની કામગીરી સુંદર રીતે કરવામાં આવી રહી છે, જેને બિરદાવવા આ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં પોરબંદર ના જાણીતા ઉદ્યોગપતિ કેતનભાઈ ગજ્જર નું પણ પ્રાઈડ ઓફ પોરબંદર એવોર્ડ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે આપી સન્માન કરવામાં આવ્યું હતું.
કેતનભાઈ ગજજર દ્વારા દર વરસે પોરબંદરના બાલા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે
રેકોર્ડ બ્રેક બ્લડ યુનિટ એકત્ર થાય છે અને પોરબંદર જિલ્લા ના. દર્દીને અહમદાબાદ કે ગુજરાત ના અન્ય કોઈપણ શહેર માં રેડ ક્રોસ દ્વારા બ્લડ યુનિટ પૂરું પાડવા માં આવે છે. પોરબંદર માટે માટે આ ગર્વ લેવા જેવી વાત છે, આ એવોર્ડ બદલ કેતનભાઈ ગજજર ને આગેવાનો, પદાધિકારીઓ, વિવિધ સેવાકીય સંસ્થાઓ, ઉધોગપતિઓ, મિત્ર વર્તુળ માંથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.