૭ વર્ષથી પેરોલ રજા પરથી ફરાર કેદી ને શોધી કાઢતી પોરબંદર પોલીસ
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક, બી.યુ. જાડેજા સાહેબ પોરબંદર દ્વારા જિલ્લાના નાશતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ પોલીસ ઇન્સપેકટર કે, એમ. પ્રિયદર્શી તથા પો. સબ ઈન્સ. આર. પી. ચુડાસમાં અને પો. સબ ઇન્સ. પી. ડી. જાદવને સુચના આપવામાં આવેલ, જે અનુસંધાને પોરબંદર પોલીસ સતત પ્રયત્નશીલ રહેતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. ભરતસિંહ કાળુભા ગોહીલ ભીમાભાઈ દેવાભાઈ ઓડેદરા તથા ચન્દ્રસિંહ ભીખુભા જાડેજા તથા પો.કોન્સ. દિલીપભાઈ જેઠાભાઈ મોઢવાડીયાને સંયુકત રીતે બાતમી મળેલ કે, બગવદર પોલીસ સ્ટેશનના ખુનના ગુનામાં જામનગર જિલ્લા જેલનો કાચા કામનો કેદી સંજય પરબતભાઈ કારાવદરા, ૨હે, છારણી સીમ, વાડી વિસ્તાર સોઢાણા ગામ, તા.જિ.પોરબંદરને પેરોલ રજા મળતા છેલ્લા સાત વર્ષ જેટલા લાંબા સમયથી ફરાર થઈ ગયેલ છે. જે સોઢાણા ગામ, છારણી સીમ, વાડી વિસ્તાર તા.જિ. પોરબંદરનો પોતાના ઘરે/ખેતર ખાતે આવેલ છે. જે હકીકત આધારે સોઢાણા ગામ છારણી સીમમાં આવેલ આરોપીના ઘરે જઈ તપાસ કરતા ફરાર કેદી/આરોપી મળી આવ્યો હતો પોલીસે તેને પકડી પાડી જામનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ छे.
પકડાયેલ કેદી/આરોપીનું નામ: સંજય પરબતભાઈ કારાવદરા, ઉ.વ.૩૨ ૨હે, છારણી સીમ, વાડી વિસ્તાર સોઢાણા ગામ તા.જિ. પોરબંદર
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ પો.ઈન્સ. કે. એમ. પ્રિયદર્શી, તથા પો.સ.ઈ.પી.ડી. જાદવ તથા એ.એસ.આઈ. મહેબુબખાન બેલીમ, દિપકભાઈ ડાકી, રવિન્દ્રભાઈ ચાંઉ, તથા પો.હેડ.કોન્સ. ભરતસિંહ ગોહિલ, હરદાસભાઈ ગરચર, સમીર જુણેજા, ભીમાભાઈ ઓડેદરા, ચંદ્રસિંહ જાડેજા, ગીરીશભાઈ વાજા તથા પો.કોન્સ. દિલીપભાઈ મોઢવાડીયા, સરમણભાઈ ખુંટી નાઓ રોકાયેલ હતા.