ગુજરાત રાજ્ય વકફબોર્ડ ના અઘીકારી ની ઉપસ્થિતિ માં પોરબંદર મુસ્લિમ સમાજની મીટીંગ યોજાઈ

ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા ધી અંજુમને ઈસ્લામ- પોરબંદર રજીસ્ટર નંબર બી-169 ની ચૂંટણી માટે નીમાયેલા અધિકારીઓની આગેવાનીમાં હાલાઈ મુસ્લિમ ખત્રી જમાત હોલ ખાતે પોરબંદર મુસ્લિમ સમાજની જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધિકારી આસીફભાઈ સલોત અને હુસેનભાઈ દલ દ્વારા સમગ્ર ચૂંટણીને લાગતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મદદનીશ અઘીકારી ફારૂકભાઈ બઘાડ તથા ઈસ્માઈલભાઈ શેરવાની એ સમગ્ર મીટીંગનું સંચાલન કર્યું હતું. ધી અંજુમને ઈસ્લામ-પોરબંદર સંસ્થાની ચૂંટણી સંપૂર્ણપણે નિયમો અનુસાર યોજાશે તેવું જણાવવામાં આવ્યું અને જણાવ્યું હતુંકે જાહેરનામુ બહાર પાઠયાબાદ કાર્યકમ મુજબ ચુંટણી ની કામગીરી ચુંટણી પંચ દ્વારા ચાલુ કરીદેવામાં આવશે.

આ જનરલ મિટિંગમાં પોરબંદર મુસ્લિમ સમાજની જમાતોના પ્રમુખો, કારોબારી સભ્યો, સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો તેમજ મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધું હતું.
સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યું હતું તે માટે કિંતીમંદીર પોલીસ સ્ટેશન ના P.S.I જે.જે.ચૌદરી સાહેબ નું આભાર વ્યક્ત કરવામા આવ્યું હતુ અને આ જનરલ મીટીંગ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!