ભોરાસર સીમ શાળા રાણાવાવ માં ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી
આજ રોજ તા. 12.07.2022 ના રોજ શ્રી ભોરાસર સીમ શાળા રાણાવાવ ખાતે તા. 13.07.2022 ગુરુપૂર્ણિમા ના અનુસંધાને ઉજવણી કરવામાં આવેલ હતી.
આ તકે શાળા ના આચાર્ય લાખાભાઈ ચુંડાવદરા ના માર્ગદર્શક ગુરુજી કે જેમણે જ્ઞાન આપી શ્રેષ્ઠ શિક્ષકનું ઘડતર કરેલ હોય એવા શિક્ષક નરેન્દ્રસિંહ દેવુભા ઝાલાનું શાલ ઓઢાળી શાળાના આચાર્ય લાખાભાઈ અને શાળા વ્યવસ્થાપન સમિતિ ના અધ્યક્ષ સુભાષભાઈ ભૂવા એ સન્માન કરેલ હતું. ઝાલા સાહેબે વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન કરેલ હતું. સાથે સાથે શાળાના આ. શિ. હિરેનભાઈ મોઢા અને આચાર્ય લાખા ભાઈ એ પણ ગુરુપૂર્ણિમા નિમિતે વિદ્યાર્થીને પ્રેરક પ્રવચન આપેલ હતું.
Please follow and like us:
CATEGORIES Porbandar