કવિ કાગ ની ૪૮ મી પુણ્યતિથિ નિમિતે મોરારી બાપુ ના હસ્તે કલાકારો ને કાગ એવોર્ડ અપાયો


પદ્મશ્રી દુલા ભાયા કાગ
આજે જ્યારે દુલા ભાયા ‘કાગ’ની પુણ્યતિથિ છે કાગ ના ફળિયે – કાગ એવોર્ડ-2025 | અર્પણ વિધિ પરમ પૂજય મોરારીબાપુના પવિત્રસાનિધ્યમાં પદ્મશ્રી ભક્તકવિ દુલાભાઇ ભાયાભાઇ કાગ ભગતબાપુની 48મી પુણ્યતિથિ( અવસાન – 22-2-1977) ત્યારે દુલા ભાયા કાગ !તમે કેમ યાદ ના આવો ?ગુજરાતનું ગૌરવ છો ! કવિ કાગ તો ગુજરાતના પ્રાણ ….દુલા કાગ એટલે જનસાધારણની શાશ્ર્વત મનીષાનું અસાધારણ પ્રતિનિધિત્વ…એમનો ચારણીછાંટવાળો શબ્દદેહ,ભજન, પ્રાર્થના, દુહા જેવા સ્વરૂપોમાં જીવી રહ્યો છે..નોખા તરિ આવે એવા સાહિત્યકાર.ચારણ કુળમાં જન્મેલા.કાગ આપણી ભાષાના આગવા રચનાકારોમાં શીર્ષસ્થ છે. તેમની રચનાઓ લોકબોલીમાં,તળપદી શૈલીમાં ખૂબ ગહન, વિચારપ્રેરક અને ચિંતનપ્રદ બોધ આપી જાય છે.અમે તમારાં ભજનો ગાઈને તમને યાદ કરીએ છીએ. !હૈયાનાં ઉંડાણોમાંનો આ અતિથિ સત્કારનો સાદ ઝીલવાની અને સાચવીને ઉપયોગમાં લેવાની શક્તિ અને બુદ્ધિ પરમ કૃપાળુ પરમેશ્વર સૌને અર્પે!એ એમને માટે સાચી અંજલિ બનશે.આજ કવિ કાગ ની ૪૮ મી પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ પરમપૂજ્ય શ્રી મોરારીબાપુ ના સાનિધ્ય મા મજાદર મુકામે યોજાય ગયો.ત્યારે જેમાં ભાઈલાલભાઈ કવિ,હેમુભાઈ ગઢવી,વનરાજભાઈ ગઢવી,લક્ષ્મણદાન કવૈયા (રાજસ્થાન)તેમજ આશાનંદજી ગઢવી (કચ્છ,ઝરપરા) ને કાગ એવોર્ડ પુજ્ય શ્રી મોરારી બાપુ ના હસ્તે એનાયત થયો હતો
વિનોદભાઈજોશી,પરસોત્તમભાઈ રૂપાલા,અને બળવંતભાઈ જાની એ આ તકે સુંદર સાહિત્ય પીરસ્યું હતું તેમજ પુજ્ય બાપુ એ પ્રાસંગિક પ્રવચન આપેલ.
મજાદર મુકામે પુજ્ય મોરારીબાપુ ના સાનિધ્ય મા યોજાય ગયો કાગ એવોર્ડ