વડોદરા દશામાના મઢમાં સાંઢણીની આંખમાંથી ઘી નીકળવું નર્યું તુત સાબિત…

જાથા વડોદરા સાંઢણીની આંખમાંથી ઘી નીકળવાની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા

ભુઈ, ઘરના સદસ્યોએ કારસ્તાન કરતાં ઘી નો ચમત્કાર થયો.

દશામાના મહોત્સવમાં રૂપિયા કમાવવાનું તર્કટ બહાર આવ્યું.

મૂર્તિને પરિક્ષણની વાત કરતાં ઘી ની પોલખોલ કબુલી લીધી.

ભઈના ૩૫ વર્ષના ધતિંગ બંધ કરાવતું વિજ્ઞાન જાથા.

ધર્મશ્રધ્ધા સાથે ખિલવાડ કરનારાને ઓળખવા અપીલ.

ચમત્કારના બીજા દિવસથી દરરોજ એક લાખની કમાણી.

ભુઈ, તેના પુત્ર સામે પોલીસે અટકાયતી પગલા લીધા.

સવારના ૫ કલાકથી રાત્રિના ૧ સુધી શ્રધ્ધાળુઓ દર્શન માટે લાઈનમાં ગોઠવાતા.

વડોદરા પો. કમિશ્નર, પાણીગેઈટ પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી.

વિજ્ઞાન જાથાનો ૧૨૭૩ મો સફળ પર્દાફાશ.

અમદાવાદ : ભારતમાં ધર્મોત્સવની ઉજવણીમાં લેભાગુઓ જાત-જાતના ગતકડા ઉભા કરી ચમત્કારના નામે રૂપિયા કમાવવાનું તર્કટનો કિસ્સો વડોદરા શહેરમાં વાઘોડીયા રોડ ઉપર દશામાના મઢમાં વ્રતના બીજા દિવસે સાંઢણીની આંખમાંથી ઘી નો પ્રવાહ નીકળતા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે રૂબરૂ પરિક્ષણ કરતાં ભુઈ, ઘરના સદસ્યોનું કારસ્તાન બહાર આવ્યું હતું. ભુઈ સીતાબા ગણપતસિંહ ગોહિલ અને પુત્ર ડ્રાઈવર સતિષસિંહે ષડયંત્રના કારણે ચમત્કાર સર્જતા ભુલ કબુલી લોકોની માફી માગી લીધી હતી.

બનાવની વિગત પ્રમાણે ભારતભરમાં દશ દિવસનો દશામાનો ધર્મોત્સવ ઉજવણી ચાલી રહી છે. વડોદરામાં વાઘોડીયા રોડ ઉપર ‘ડી’ માર્ટની સામે દશામાનો મઢ ધાર્મિક સ્થાનમાં વ્રતના બીજા દિવસે ષડયંત્રના ભાગ રૂપે સવારે ભુઈ સીતાબા આરતી વખતે આવતા સાંઢણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટના બની માતાજીનો ચમત્કાર વાયુવેગે વાતનો પ્રચાર થવાથી લોકોને ટોળેટોળા એકઠા થવા લાગ્યા. શ્રધ્ધાના માહોલમાં ભાવિકો ધન્યતા અનુભવવા લાગ્યા. ભુઈમાએ આંખમાંથી નીકળેલ ઘી ની ૧૦ થાળી ભરીને દર્શન માટે રાખી દીધી. ભુઈમા કંકુનો પ્રસાદ ચાંદલા માટે આપવા લાગ્યા. શ્રધ્ધામાં પુરાવાની જરૂર નથી તેમ દર્શન કરી શક્તિ પ્રમાણે રૂપિયા મુકવા લાગ્યા. લાઈનમાં વારો આવે એક મિનિટ પણ દર્શન કરવાનો સમય આપવામાં આવતો ન હતો. મંદિરની બહાર રોડ ઉપર શ્રધ્ધાળુઓની લાઈન કારણે પોલીસ તંત્રને રાખવાની ફરજ બની હતી. સાંઢણીની આંખમાંથી ઘી નીકળવાની ઘટનાએ સમગ્ર ભારતમાં લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. વડોદરા સાંઢણીની આંખનું ઘી નું વિતરણ છેલ્લે દિવસે કરવાનો નિર્ણય કર્યો હતો. જાથાના કાર્યાલયે ઘી ની ઘટના સંબંધી લોકો પૃચ્છા કરતા હતા. માતાજીનો ચમત્કાર સાક્ષાત્કાર છે, ઘી નો પ્રસાદની ઉંચી કિંમત રાખવામાં આવી છે. ભુઈના પ્રચારકોએ ઘી ઘરમાં રાખવાથી આધિ-વ્યાધિ-ઉપાધિ દૂર થઈ જશે. જાતજાતની વાતો થવા લાગી હતી. જેથી વિજ્ઞાન જાથાએ ખરાઈ કરવાનું નક્કી કર્યું.

જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ ત્રણ વ્યક્તિને ખરાઈ કરવા વડોદરા મોકલતા સમગ્ર હકિકત સત્ય બહાર આવી હતી. ભુઈ, તેનો પરિવાર શંકાના દાયરામાં આવી ગયો હતો. સવારના પાંચ થી રાત્રિના એક સુધી શ્રધ્ધાળુઓ દર્શને આવતા હતા. ભાવિકોની લાઈન થતી હતી. યથાશક્તિ પ્રમાણે લોકો રૂપિયા મુકતા હતા. ઘી નીકળવાની ઘટનાથી લોકોમાં કૌતુક હતું. તુત ઉભું કરનારને જ ફાયદો જોવા મળતો હતો. પુરાવા મળી જવાથી પર્દાફાશનું નક્કી થયું હતું.

॥ २ ॥

જાથાના પંડયાએ રાજયના મુખ્યમંત્રી, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, વડોદરાના પોલીસ કમિશ્નરને વિગતે પત્ર મોકલી પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી. પાણીગેઈટ પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારી એ. બી. પટેલ સાથે વાત કરવામાં આવી હતી. તંત્રએ કાયદો વ્યવસ્થા માટે વિશેષ પોલીસની ફાળવણી કરવામાં આવી હતી.

રાજકોટથી જાથાના ચેરમેન જયંત પંડયાના વડપણ હેઠળ ભક્તિબેન રાજગોર, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, રવિ પરબતાણી, સાહિલ રાજદેવ, સ્થાનિક કાર્યકરો પાણીગેઈટ પોલીસ સ્ટેશને પહોંચી ગયા. પો.ઈન્સ. એ. બી. પટેલને મળતા તેઓએ પી.એસ.આઈ. આર. એસ. ભરવાડ, એ.એસ.આઈ. હર્ષદભાઈ કાનજીભાઈ, એ.એસ.આઈ. ગનાભાઈ દામાભાઈ, હેડ કોન્સ્ટે. ઈશ્વરભાઈ ચંદુભાઈ, હેડ કોન્સ્ટે. રાકેશભાઈ રમેશભાઈ, હેડ કોન્સ્ટે. વર્ષાબેન ધનસુખભાઈ, હેડ કોન્સ્ટે. સવિતાબેન હિરાભાઈ, પો. કોન્સ્ટે. મુકેશભાઈ રામભાઈ, પો. કોન્સ્ટે. કમલેશભાઈ બાબુભાઈ, મનિષાબેન નારણભાઈ, હરેશભાઈ બાબુભાઈ, અજયભાઈ બુધાભાઈ, શૈલેષભાઈ નાનજીભાઈ, ઈશ્વરભાઈ રાણાભાઈ અને ડી.સી.પી. ની ટીમ ‘ડી’ સ્ટાફ ફાળવતા દશામાના મઢે રવાના થયા.

જાથાની ટીમ, પોલીસ સ્ટાફ ધાર્મિક સ્થાને પહોંચતા આશરે એક હજાર શ્રધ્ધાળુઓની રોડ ઉપર લાઈન હતી. લોકો ઘી નો ચમત્કાર જોવા આતુર હતા. તેની વચ્ચે મંદિરના ગર્ભગૃહમાં ઘી નો ચમત્કાર થયો હતો ત્યાં પહોંચી ગયા. મંદિરના આયોજકો, ભુઈ સીતાબા, પુત્ર સતિષસિંહને બોલાવવામાં આવ્યા.

જાથાના ચેરમેન પંડયાએ સાંઢણીની આંખ તપાસી ‘ઘી’ ને લૂંછી લેવામાં આવ્યું. ઘી નીકળતું ન હતું. નક્કરતા જોવા મળી. ગળામાં દોરા અસંખ્ય બાંધ્યા હતા. ‘ઘી’ બનવાની પ્રક્રિયા ભુઈને જણાવી બોલી ન શકયા. ભુઈનું શરીર કામ કરતું ન હતું. રાત્રિના બે થી ચાર વચ્ચે ઘી નો ચમત્કાર ઉભો કરવામાં આવ્યો છે. વનસ્પતિ થી છે આંખમાંથી થી પડતું જ ન હતું. તેના ઉપર થી પુરવામાં આવ્યું હતું. પુરાવા દર્શાવ્યા. ઘી ની ધાર કેમ થાય તે બતાવ્યું. મઢમાં વાટકાથી ઘી ઢોળવામાં આવ્યું છે. ધાર બીજે સુધી જઈ શકે નહિ. ઉપજાવી કાઢયું, માનવસર્જિત ચમત્કાર છે. રૂપિયા કમાવવાનું ગતકડું, વિગેરે વાત કરવામાં આવી હતી. ભુઈ સીતાબા પરિસ્થિતિ પામી ગયા. મઢમાંથી એકપણ શ્રદ્ધાળુ ભુઈની મદદે આવ્યું ન હતું. કોઈએ ચમત્કારની તરફેણ કરી ન હતી. ભુઈ, તેના પુત્રને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા.

પો.ઈન્સ. એ. બી. પટેલે ભુઈ સીતાબા, પુત્ર સતિપસિંહની જરૂરી પુછપરછ કરી ચમત્કાર, ભ્રમનો મામલો હોય ગુન્હાને પાત્ર છે. કાયદાની ભાષામાં વાત કરી, ભુઈમાં ભાંગી પડયા હતા. ગળામાં શોષ પડે છે પાણી પીવું છે. હિંમત આપવી પડી. જાથાએ ધર્મશ્રધ્ધા સાથે ખિલવાડ ન કરાય તેવી વાત મુકી હતી.

પોલીસ સ્ટેશનમાં જાથાના જયંત પંડયાએ ભુઈ-પુત્રને પુછતા સમગ્ર મામલો ઉપજાવી કાઢી ઘરના સદસ્યોની સંડોવણી ખુલ્લી કરી દીધી હતી. વ્રતના બીજા દિવસની પરોઢે થી ગોઠવી દીધું હતું. આંખમાંથી કશું જ નીકળતું ન હતું. વનસ્પતિ-ડાલડા ઘી રાખવામાં આવ્યું હતું. જે બજારમાંથી ૧૦ થી ૧૫ કિલો ખરીદી લીધું હતું. નાના વાટકાથી ધાર કરવામાં આવી હતી. જે જાણકારોને બનાવટની ખબર પડી જાય. શ્રધ્ધાળુઓ શંકા રાખતા નથી. લોકો શક્તિ મુજબ રૂપિયા મુકે અમે ના પાડી શકીએ નહિ. આખી રાત મંદિરમાં લોકો વ્રતને કારણે આવતા હતા. ભુલ કબુલી લેખિતમાં કબુલાતનામું માફી માંગી મામલો પતાવવા હાથ જોડતા હતા.

જાથાના ચેરમેન પંડયાએ પો.ઈન્સ. પટેલને પત્ર પાઠવી અટકાયતી પગલાની રજૂઆત કરી. ભુઈ-પુત્ર સતિષસિંહ ભુલ કબુલી લીધી છે, આખો બનાવ તર્કટથી ઉભો કરવામાં આવ્યો હતો. માતાજીનો ચમત્કાર હતો નહિ. પોલીસ સ્ટેશનમાં ભુઈ સીતાબા હાંસીને પાત્ર બન્યા હતા.

હું સીતાબે ગણપતસિંહ ગોહિલ, ઉ.વ. ૪૯, દશામાની ભુઈ છેલ્લા ૩૫ વર્ષથી સેવા-પુજા-આરતી ધૂણીને જોવાનું કામ કરું છું. વ્રતના બીજા દિવસે દશામાની સાંઢણીમાંથી ઘી નો અવિરત પ્રવાહ નીકળ્યો હતો તે ષડયંત્રનો ભાગ હતો. પરિવારના સદસ્યો આ ચમત્કારમાં જોડાયા હતા. લોકોને ભ્રમમાં નાખવા બદલ માફી માંગી કબુલાત આપી આવા પરચાઓ થતા નથી તેવું જાહેરમાં નિવેદન આપીએ છીએ. મારો પુત્ર સતિષસિંહ જે ડ્રાઈવીંગનું કામ કરે છે તે પણ આ ચમત્કારના ગતકડામાં જોડાયો હતો. કાયમી ધતિંગ બંધની જાહેરાત કરીએ છીએ.

ભઈનો ૧૨૭૩ મો પર્દાફાશમાં પોલીસ કમિશ્નર, ડે. પો. કમિશ્નર, મદદનીશ પો. કમિશ્નર, ડી.સી.પી. ટીમ, પાણીગેઈટ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ. બી. પટેલ, પી.એસ.આઈ. આર. એસ. ભરવાડ, એ.એસ.આઈ. હર્ષદભાઈ કાનજીભાઈ, એ.એસ.આઈ. ગનાભાઈ દામાભાઈ, હેડ કોન્સ્ટે. ઈશ્વરભાઈ ચંદુભાઈ, હેડ કોન્સ્ટે. રાકેશભાઈ રમેશભાઈ, હેડ કોન્સ્ટે. વર્ષાબેન ધનસુખભાઈ, હેડ કોન્સ્ટે. સવિતાબેન હિરાભાઈ, પો. કોન્સ્ટે. મુકેશભાઈ રામભાઈ, પો. કોન્સ્ટે. કમલેશભાઈ બાબુભાઈ, મનિષાબેન નારણભાઈ, હરેશભાઈ બાબુભાઈ, અજયભાઈ બુધાભાઈ, શૈલેષભાઈ નાનજીભાઈ, ઈશ્વરભાઈ રાણાભાઈ તથા જાથાના ભક્તિબેન રાજગોર, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, રવિ પરબતાણી, સાહિલ રાજદેવ અને સ્થાનિક કાર્યકરો જોડાયા હતા.

અંતમાં દશામાના મઢમાં સાંઢણીની આંખમાંથી નીકળતો ઘી નો ચમત્કાર તદ્દન બેબુનિયાદ, બોગસ તુત વિજ્ઞાન જાથાએ સાબિત કર્યો હતો. લોકોએ સાવધાની રાખી કહેવાતા ચમત્કારોથી દૂર રહેવું જોઈએ. ધર્મશ્રદ્ધામાં લેભાગુઓ લાભ લે છે તેના સાવધાની કેળવી વિજ્ઞાનને અનુસરવું જોઈએ.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!