પોરબંદર મહાનગર પાલિકાની મિલકત ટ્રાન્સફર ફી રાજકોટ અમદાવાદ કરતા પણ વધારે:કોંગ્રેસ

બાંધકામ અને તેમને લગતા વ્યવસાયની સાથે જોડાયેલ લોકોને સાથે લઈ મ્યુનિસિપલ કમિશનરને મહાપાલિકા થયા બાદ મિલકત ટ્રાન્સફર ફી અને વેરાઓની વિસંગતાઓ અંગે આવેદન પત્ર પાઠવામા આવ્યું હતું. ગુજરાત રાજ્યના રાજકોટ અને અમદાવાદ શહેર ની સાપેક્ષમા પોરબંદર મહાનગર પાલિકા વધુ પૈસા ઉઘરાવે છે એવું અમિતભાઈ ખોડા અને રાજુ ઓડેદરાએ જણાવ્યું હતું. મિલકત ટ્રાન્સફર બાબતે રાજકોટ માં રૂ.500 અને અમદાવાદ માં 0.01% વસૂલવામાં આવે છે જ્યારે પોરબંદર રહેણાક 0.5% અને કોમર્શિયલ માટે 1% છે જે અમદાવાદ રાજકોટ કરતા પણ ખૂબ વધારે છે.
સાથેજ બિનખેતી અને પરવાનગી ઓ કામ પણ ઠપ થયેલ હોય જેના બિલ્ડરો, બિલ્ડીંગ મટીરીયલના વિક્રેતા, બાંધકામના મજૂરો અને બ્રોકરો બધાનું કામકાજ અટકી પડેલું હોય જેની અસર સ્વરૂપે મંદી આવે છે. બ્રોકરો અને કોંગ્રેસ આગેવાનો એ મળીને મ્યુનિસિપલ કમિશનરને જણાવ્યું હતું કે અઘરા નિર્ણયો હાલ હળવા કરો અને પ્રજાને વધુ પડતું ભારણ ન આપો અને લીધેલ નિર્ણયો પર ફેર વિચારણા કરો એવી વિનંતી કરી હતી.