જી.એમ.સી. સ્કૂલમાં ‘સ્ટુડન્ટ ડેવેલપમેંટ’ વર્કશોપનું આયોજન કરાયું.

પોરબંદરની જી.એમ.સી. સ્કૂલ પોતાના વિધ્યાર્થીઓ માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરતી રહે છે. એવામાં
આ વખતે કર્ણાવતી યુનિવર્સિટીના પ્રોફેસરએ સુંદર જ્ઞાન આપ્યું. સાથે આજના ટેક્નોલોજીના યુગમાં આધુનિક ટેક્નોલૉજી વિષે માહિતી પણ આપી. સાથે ડેમો અને પ્રેક્ટિકલ નોલેજ આપી વિધ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ વર્કશોપમાં ધોરણ ૯ થી ૧૨ ના વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સુંદર કાર્યક્રમના વક્તા પ્રોફેસર રમા માલિયા અને એમની સાથે નૈતિક ખમારએ ભારે જેહમત ઉઠાવી હતી. સાથે આ કાર્યક્રમમાં વિધ્યાર્થીઓ રસ લે અને કઈક નવું શીખે એ હેતુથી જી.એમ.સી. સ્કૂલના કાઉન્સેલર શિવાનીબેન સામાણીએ સુંદર કોઓર્ડિનેશન વર્કશોપને સફળ બનાવવા પ્રયત્ન કર્યા હતા. આ વર્કશોપમાં બધા શિક્ષકો અને ટેકનિકલ સ્ટાફએ પણ પોતાનું આગવું યોગદાન આપ્યું હતું. જી.એમ.સી. સ્કૂલના પ્રિન્સિપાલ પ્રતાપ ઓડેદરા સરએ પણ આ સુંદર વર્કશોપમાં પોતાની હાજરી આપી વિધ્યાર્થી તથા સ્ટાફનો ઉત્સાહ વધાર્યો હતો. આ વર્કશોપના અંતે વિધ્યાર્થીઓને કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા સર્ટિફિકેટ પણ અપાયું હતું. આ સુંદર અને અતિઉપયોગી એવા વર્કશોપને સફળ બનાવવા બદલ પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા ટ્રસ્ટી દેવાભાઈ ભૂતિયાએ તમામ સ્ટાફે શુભેરછા પાઠવી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!