કરજણ વિધાનસભાના સ્નેહમિલન કાર્યક્રમમાં વિશાલભાઈ મઢવીની આગવી હાજરી



ગત તા. ૧૧/૧૧/૨૦૨૫, મંગળવારના રોજ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લીલોડ નારેશ્વર ખાતે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા આયોજિત કરજણ વિધાનસભાના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન થયું હતું.
કાર્યક્રમમાં ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ તથા પશુપાલન કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી, તથા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ મુખ્ય ઉપસ્થિતિમાં રહ્યા.
આ અવસરે પોરબંદર ખારવા સમાજના યુવા અગ્રણી તથા પોરબંદર ભાજપ માચ્છીમાર સેલના કન્વીનર વિશાલભાઈ મઢવી વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિશાલભાઈ મઢવીએ ગુજરાતના સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર દેવાયતભાઈ ખવડ તેમજ જિલ્લા ભાજપના અગ્રણીઓ સાથે સૌહાર્દપૂર્ણ શુભેચ્છા મુલાકાત કરી હતી.
સ્નેહમિલન કાર્યક્રમ સૌના ઉત્સાહી સહકાર સાથે સફળ રહ્યો.
Please follow and like us:
