પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતીએ તંત્ર, ભાજપ અને નગરપાલિકાની બેદરકારી પર આક્રોશ વ્યક્ત કર્યો.
આજ રોજ પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માન. કલેકટરશ્રી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું, આવેદન પત્રમાં જિલ્લા પ્રમુખ રાજુ ઓડેદરા, શહેર પ્રમુખ વિપુલ ચંદારાણા અને પ્રદેશ મત્રી અનુસૂચિત જાતિ એ એવું જણાવ્યું કે જળપ્રલયમાં થયેલ નુકસાન, તંત્રની બેદરકારી અને થયેલ નુકસાનીના વળતર ચુકવણી કરવા માંગ કરી હતી, ઉપરાંત સમગ્ર પોરબંદર જિલ્લો પાણીમાં ગરકાવ હોય શેહર તથા ગામડામાં અતિશય નુકસાનીના અંદાજ લગાવાઇ છે આ તમામ નુકસાનીના જલ્દીથી સર્વે કરી વળતર આપવા તથા કેસડોલસ આપવા પણ માંગ કરી છે. સાથે સાથે કોંગ્રેસે એવા આરોપ લગવ્યા છે કે હવામાન ખાતાની આગાહી હોવા છતાં તંત્ર એ લાપરવાહી કરેલ છે, પાછલું વીજ બિલ ન ભરી સકનાર પોરબંદર નગરપાલિકા જરૂર હતી પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી ન શકી અને એની જાણ હોવા છતાં બધુજ વહીવટી તંત્ર મોન રહ્યું, પ્રી મોન્સુન કામગીરી ફક્ત કાગળ પરજ થઈ, પુર ગ્રસ્ત પોરબંદરનું રાહત અને બચાવ કાર્ય બહુ ધીમે ગતિએ થયું તો પણ ધારાસભ્યશ્રી અને કલેકટરશ્રી એવું જણાવ્યું કે હાલ કોઈ મોટી સમસ્યા નથી જ્યારે પોરબંદર પાણીમાં ગરકાવ હતું,કોસ્ટલ હાઈવે ની કામગીરીમાં ભ્રષ્ટાચારના લીધે યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા ન થઈ અને આયોજન વગરની કામગીરી થઇ, શહેરમાં ભાજપ પ્રેરિત પાલિકાએ જેમતેમ બંધ કામોની મંજુરી આપી અને પાણીના નિકાલ ની વ્યવસ્થા ખોરવી નાખી અને સાથે કોંગ્રેસ એવી પણ માંગ કરી મોટા ભાગના રસ્તાઓ વરસાદના લીધે બિસ્માર થઇ ગયેલ હોવાથી તેમનું પણ સમારકામ વેહલી તકે હાથ ધરવું જોઈએ એવી માંગણી સાથે કોંગ્રેસ અગ્રણી ભાર્ગવ જોશી, મિલન સોની, અજય મોઢા (યુથ કોંગ્રેસ)ભરત શિંગરખીયા, દિવ્યેશ વ્યાસ, નટુભાઈ કારાવદરા,દેવાભાઇ ચોહાણ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા.