આગામી 15 દિવસમાં રેમડેસીવીર ઇન્જેક્શનનું ઉત્પાદન બમણું કરાશે
Googleઆગામી 15 દિવસમાં રેમડેસીવીર ઇન્જેક્શનનું ઉત્પાદન બમણું કરાશે. રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ સરકારના આ નિર્ણય અંગે માહિતી આપતાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર સસ્તા ભાવે રેમડેસીવીર ઉપલબ્ધ કરાવવા પ્રતિબધ્ધ છે. આગામી 15 દિવસમાં આ ઇન્જેક્શનનું ઉત્પાદન પ્રતિદિન 3 લાખ ડોઝથી વધારી 6 લાખ ડોઝ જેટલું કરાશે.તેમણે ઉમેર્યું કે, હાલ 20 ઉત્પાદન એકમો આઇન્જેક્શનનું ઉત્પાદન કરી ચૂક્યા છે. વધુ 20 એકમોને ઉત્પાદનની મંજૂરી અપાઇ છે.તેમણે કહ્યું કે, સરકારના હસ્તક્ષેપથી મોટા ભાગની દવા ઉત્પાદન કંપનીઓએ રેમડેસીવીરની કિંમતોમાં મોટો ઘટાડો કર્યો છે.
Please follow and like us:
CATEGORIES Porbandar
