પાલીતાણા ખાતે JCIનું અર્ધ વાર્ષિક સંમેલન યોજાયુ
સંમેલનમાં જેસીઆઈ પોરબંદરની કામગીરીને બિરદાવાઈ
જેસીઆઈ (જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ) ઝોન સાતનું અર્ધ વાર્ષિક સંમેલન જૈન તીર્થભૂમિ પાલીતાણા ખાતે યોજાયું હતું. આ સંમેલનમાં જેસીઆઈ પોરબંદરની કામગીરીની નોંધ લઈ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
યુવાનોના વ્યક્તિત્વ વિકાસ માટે વિશ્વ કક્ષાએ કાર્યરત સંસ્થા જેસીઆઈની ગુજરાત પાંખ ઝોન સાતનું પાલીતાણા ખાતે અર્ધ વાર્ષિક સંમેલન યોજવામાં આવ્યુ હતું. આ સંમેલનમાં ઝોન સાતના દરેક ચેપ્તરે કરેલી કામગીરીની સમીક્ષા કરીને બેસ્ટ કામગીરી કરનાર ચેપ્ટરોને એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.
જેસીઆઈ પોરબંદરની બેસ્ટ કામગીરી બદલ પ્રમુખ આકાશ ગોંદીયા અને ટીમને અડધા વર્ષમાં કરેલ અસરકારક કામગીરી બદલ ઝોન પ્રમુખ તુષાર સુવાગિયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સંમેલનના ચેરમેન તરીકે ઝોન ઉપપ્રમુખ રોનક દાસાણીએ જવાબદારી સંભાળી હતી. આ અર્ધવાર્ષિક સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મેમ્બર્સને જેસીઆઈ ઇન્ડિયાના રાષ્ટ્રીય ખજાનચી બિરાજ કોટેચાએ કીનોટ સ્પીકર તરીકે હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું.
આ અર્ધવાર્ષિક સંમેલનમાં પોરબંદર જેસીઆઈના પ્રમુખ આકાશ ગોંદીયા, સેક્રેટરી રાધેશ દાસાણી, પ્રિન્સ લાખાણી, કેવલ પટેલ, અર્જુન કોટેચા, તુષાર એરડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.