પોરબંદર રોટરી ક્લબ અને ઇનરવ્હીલ ક્લબ દ્વારા અક્ષય કીટ પ્રોજેક્ટના ચોથા પોષ્ટિક આહાર કીટ વિતરણનું આયોજન
રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા ઇનરવ્હીલ ક્લબ ઓફ પોરબંદરના સહયોગથી માસિક રૂ. 1000 ની ન્યુટ્રીશનલ કીટના વિતરણની જવાબદારી હાથ ધરવામાં આવી છે. જીલ્લા ક્ષય કેન્દ્રમાં નોંધાયેલ દર્દીઓ માં થી 35 ટીબીના દર્દીઓ ને આ પોષ્ટિક આહાર ની કીટ રોટરી ક્લબ અને ઈનરવ્હીલ તરફ થી દર મહિને આપવામાં આવે છે. આ દર્દીઓ એવા છે જેમને ડોકટરો દ્વારા સૂચવવામાં આવેલ પોષણયુક્ત આહાર જાતે લઈ સકતા નથી . રોટરી ક્લબ દર મહિને આવી 35 કીટ જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને વિતરણ કરે છે. આ પ્રોજેકટ હેઠળ આ વર્ષનું ચોથુ વિતરણ ડીડીઓ બી.ડી. નિનામા, આસિસ્ટન્ટ ડીડીઓ બી.બી. સિંધુ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કરમટાસાહેબ ની હાજરીમાં યોજવામાં આવ્યું હતું. ઈવેન્ટ દરમિયાન ઈનરવ્હીલ ડિસ્ટ્રિક્ટ 306ના ચેરમેન શ્રીમતી સિપ્રા ચક્રવર્તી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબના પ્રમુખ પૂર્ણેશ જૈને તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું અને રોટરી ક્લબ અને ઇનરવ્હીલ ક્લબના અન્ય સભ્યોને પણ તેમની હાજરી માટે આવકાર્યા. ઇનરવ્હીલ પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રીમતી ઇલા ઠક્કર, ડીડીઓ શ્રી નિનામા સર અને આરોગ્ય અધિકારી ડો. કરમટાસાહેબ એ પણ શ્રોતાઓને સંબોધિત કર્યા અને ટીબીના દર્દીઓને સલાહ બીમારી ને લગતી માહિતી આપી અને વ્યસન મુક્ત થવા વિશેષ કાળજી લેવા વિનંતિ કરી.
રોટેરિયન ડો. નિશા માખેચા દ્વારા કીટ માં સામેલ વસ્તુઓ નું ઉપયોગ અને ફાયદા વિશે હાજર દર્દીઓ ને વિશેષ માહિતી આપી હતી.
સમારોહ નું સંચાલન રોટેરિયન રોહિત લાખાણી અને ઇનરવ્હીલ મેમ્બર શ્રીમતી હેતલ શાહ દ્વારા કરવામાં આવેલ હતું. પ્રોજેક્ટના ચેરમેન રોટેરિયન વિજય મજીઠીયાએ સમગ્ર પ્રોજેક્ટના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
અક્ષય કીટની આ પહેલને જીલ્લા ક્ષય કેન્દ્ર ના માર્ગદર્શન હેઠણ જિલ્લા ક્ષય કેન્દ્ર ના સ્ટાફના સભ્ય વિમલ હિંડોચા ખાસ હાજર હતા.
ઘણા રોટરી સભ્યો અને ઇનરવ્હીલ સભ્યોએ પણ દર્દીઓ સાથે વ્યક્તિગત રીતે ચર્ચા કરીને ફોલો-અપ્સ ફોર્મસ્ ભરવામાં મદદ કરી હતી.
અંતે દર્દીઓને મહાનુભાવો અને બંને ક્લબ ના સભ્યો દ્વારા પોષણયુક્ત ખોરાકની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.