પોરબંદરમાં બેંક સાથે થયેલી છેતરપીડીની ફરીયાદમાં જામીન આપતી ડીસ્ટ્રીકટ કોર્ટ.
પોરબંદરની ઇન્ડીયન ઓવર સીઝ બેંક સાથે ખોટા દાગીના આપી દાગીના ઉપર ધીરાણ મેળવી લેવા સંબંધે બેંકના અધિકારી દ્રારા અલગ અલગ ૧૩ (તેર) વ્યક્તિઓ સામે પોલીસ ફરીયાદ દાખલ કરેલી હતી. અને તેમાં પોલીસ દ્વારા આરોપી તરીકે યશ માલદે બળેજા ની પણ ધરપકવ કરેલી હતી. અને જેલ હવાલે કરેલો હતો. જેલમાંથી તેમના એડ્વોકેટ ભરતભાઈ બી. લાખાણી મારફતે પોરબંદરની ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી કરતા અને તેની દલીલમાં એડવોકેટે જણાવેલ કે, ખરેખર અમો ખારોપી સાહેદ છીએ. અને અમોને આ કાભાંડ સંબંધે ની જાણ થતા જીલ્લા પોલીસ વડા ની કચેરીમાં રૂબરૂ જઈ તા.૨૮૦૫ ૨૦૨૨ નારોજ એટલે કે, હાલની ફરીયાદ દાખલ થઈ તે પહેલા ૬(છ) મહીના પહેલા પોલીસને જાણ કરેલી હતી. તેમજ ઈન્ડીયન ઓવર સીઝ બેંકને પણ લેખીતમાં જાણ કરેલી હતી. આમછતાં પોલીસ દ્વારા કે, બેંક દ્વારા કોઈ ફરીયાદ દાખલ કરેલ નહીં, અને ખરેખર બેંકના જ વેલ્યુઅર મહેન્દ્ર ઉર્ફે મનીષ જોગીયા દ્વારા જ સમગ્ર કૌભાંડ કરેલ હોય અને તેઓએ જ પોતાની દુકાનમાંથી દાગીના કાઢીને પોતાની માતાને મજા નથી તેવુ જણાવી સામાન્ય માણસોને ફસાવી બેંકના અધિકારીઓ સાથે સાઠગાઠ કરી લોન પાસ કરાવી લોનની રકમ પોતે જ રાખતા હતાં. અને તેથી જ બંને અને પોલીસને ફરીયાદ દાખલ કર્યાના ૬ મહીના પહેલા આ કૌભાંડની લેખીતમાં જાણ કરેલી સેવાછતાં કોઈ ફરીયાદ નોંધાવેલી નહીં. અને (છ) મહીના પછી હાલના આરોપી સામે જ ખોટી ફરીયાદ કરી ખોટી કાર્યવાહી કરેલી હોય તે સંબંધેની વિગતવાર દલીલ કરતા અને નામદાર સુપ્રિમ કોર્ટનું વિપુલ ચૌધરી નું જજમેન્ટ રજુ કરી આવા ગુન્હાઓમાં જામીન આપવા જોઈએ તેવુ સુપ્રિમ કોર્ટ પણ કરાવેલુ હોય તેવી દલીલ કરતા નામદાર ડીસ્ટ્રીકટ જજ રી પંચાલ સાહેબ દ્વારા રેકર્ડ ઉપરના પુરાવા પોલીસ ના પેપર્સ તથા એડ્વોકેટ ની દલીલ તથા ઓથોરીટી ધ્યાને રાખી આરોપી યશ માલદે બળેજા ને જામીન ઉપર છોડવાનો હુકમ કરેલો હતો.
આ કામમાં આરોપી વતી પોરબંદરના જાણીતા એડ્વોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ. જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવધણ જાડેજા તથા ભુમી ચીમનભાઈ વ૨વાડીયા રોકાયેલા હતાં.