ભોપાલ ખાતે યોજાનારી સ્પેશિયલ ટ્રેનિંગ માટે રાષ્ટ્રીય કક્ષાએ ભાજપના બે કાર્યકર્તાઓની ખાસ પસંદગી

પોરબંદર શહેર તાલુકા ના 2 કર્મશીલ કાર્યકર્તા લીલાભાઇ પરમાર અને વિશાલભાઈ મઢવી ની ભોપાલ ખાતે યોજાનારી સ્પેશિયલ ટ્રેનિંગ માટે રાષ્ટ્રીય કક્ષાએ ખાસ પસંદગી થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદી ના શાશન ને નવ વર્ષ પૂર્ણ થતાં વિકાસ અને સુશાસન નો સંદેશ અને ગરીબ કલ્યાણ મોદી મંત્ર ને દેશ ના ઘર ઘર સુધી પહોંચતા કરવા માટે ભારતીય જનતા પાર્ટી ના વિસ્તારકો સમગ્ર દેશ માં ફરી વળશે આવા ચુનંદા કાર્યકરો ની પસંદગી કરી તેમને તાલીમ બધ્ધ કરી ને મેદાને ઉતારવાનું આયોજન પાર્ટી ની શીર્ષસ્થ નેતૃત્વ એ કરતા આ ટ્રેનિંગ માટે પોરબંદર તાલુકા મહામંત્રી અને કિશાન નેતા લીલાભાઇ પરમાર અને પોરબંદર શહેર ભાજપ ના આગેવાન અને ખારવા સાગરખેડૂ અગ્રણી વિશાલ ભાઈ ની પસંદગી થતાં બન્ને આગેવાનો 26 જૂન ભોપાલ મધ્યપ્રદેશ ટ્રેનિંગ કેમ્પ પહોંચી 27 જૂન ના રોજ કોન્ફરન્સ મીટીંગ માં વડાપ્રધાન નું માર્ગદર્શન મેળવી આગામી 4 જુલાઈ સુધી તેમને સોંપાયેલ વિસ્તાર પ્રદેશ માં રોકાણ અને પ્રવાસ કરી ને ગરીબ કલ્યાણ ની યોજના અને સરકાર ની શ્રેષ્ઠ કામગીરી માટે ની જન સમર્થન યાત્રા માં વિષ્તારક તરીકે કામ કરશે.
આવી ગૌરવશાળી કાર્ય માટે પસંદગી પામનાર બંને આગેવાનો ને પોરબંદર ના લોકપ્રિય સાંસદ રમેશભાઈ ધડુક અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ ઓડેદરા,પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા, મહામંત્રીઓ અશોકભાઈ મોઢા અને ખીમજીભાઈ મોતિવરસ, શહેર પ્રમુખ પંકજભાઈ મજીઠીયા, ગ્રામ્ય ભાજપ પ્રમુખ નિર્મલજી ઓડેદરા અને ગ્રામ્ય ભાજપ પ્રભારી અને પ્રદેશ અગ્રણી વિજયભાઈ થાનકી દ્વારા અભિનંદન અને શુભકામના પાઠવવા માં આવી છે.
