પોરબંદરના બોખીરા વિસ્તારમાં થયેલ ફાયરિંગની ઘટનામાં એકની ધરપકડ

પોરબંદર માં 13 માર્ચના રોજ ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર ના બોખીરા માં વાછરાદાદાના મંદિર સામેની ગલીમાં એક વ્યક્તિ પર ફાયરિંગ થયું હતું અને ફાયરિંગ કરી બે શખ્સો નાસી ગયા હતા જેમાંથી એક શખ્સ ની પોરબંદર પોલીસે સ્વીફ્ટ કાર અને હથિયાર સાથે ધરપકડ કરી છે .

પોરબંદરના બોખીરામાં વાછડા દાદા ના મંદિર સામેની ગલીમાં રહેતા સંતોક સિંહ નામના વ્યક્તિ 13 માર્ચના રોજ સવારે 9:30 કલાકે ઘરેથી નીકળતા હતા ત્યારે સ્વીફ્ટ કારમાં બે લોકોએ આવી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા અને ફરાર થઈ ગયા હતા આ ઘટના બાદ ઉદ્યોગ નગર પોલીસ સ્ટાફ તથા એલસીબી સ્ટાફ અને ડીવાયએસપી નીલમ ગોસ્વામી ઘટના સ્થળે દોડી ગયા હતા અને તમામ પ્રકારની તપાસ હાથ ધરી હતી જેમાં ટેકનિકલ અને પ્રાથમિક માહિતીના આધારે ધરમપુર નજીકમાં આશ્રમ રોડ પરથી રામસિંહ નામના એક શખ્સને સ્વીફ્ટ કાર અને હથિયાર સાથે ધરપકડ કરી લીધી હતી આ ઉપરાંત તેની પાસે ગેરકાયદેસર હથિયાર પણ મળેલ છે સંતોકસિંહ પર ફાયરિંગ કરનાર બીજું કોઈ નહીં પરંતુ તેના ભાઈ રામસિહે જ કર્યું હતું અને તેની સાથે તેનો પુત્ર જેકી પણ હતો જે હાલ ફ્રરાર છે . બન્ને ભાઈઓ વચ્ચે ભૂંડ પકડવાના ઇજારા લઈને વિવાદ ચાલતો હતો જેને લઈને ફાયરિંગ ની ઘટના બની હતી .પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ સીટી ડિવાય. એસ પી નીલમ ગોસ્વામી એ જણાવ્યું હતું.
