ઇકો ટુરીઝમ ડેવલપમેન્ટ
અંતર્ગત મોકર સાગર વેટલેન્ડને વૈશ્વિક કક્ષાના પ્રવાસી તીર્થ સ્થળ તરીકે વિકાસ કરવામા આવશે

ગુજરાતમાં વિવિધ પ્રવાસન સ્થળોના વિશેષ વિકાસ માટે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઇકો ટુરીઝમ માટે સરકારે વિશેષ પ્રાધાન્ય આપીને કામો હાથ ધર્યા છે.જે અંતર્ગત આજે પોરબંદર ના પ્રભારી કુંવરજી બાવળિયા એ મોકર સાગર વેટલેન્ડ ની મુલાકાત લિધી હતી અને જણાવ્યું હતું કે
સૌરાષ્ટ્રના દરિયા કાંઠે જૈવ વિવિધતા રહેલી છે. દરિયાના ખારા પાણીને આગળ વધતા અટકાવીને અમારા જળ સંપતિ વિભાગે જમીનને ફળદુપ બનાવવાની સાથે આવા વિસ્તારો ટુરિસ્ટ તરીકે પણ વિકશે એ માટે જે પ્રોજેક્ટ હાથ ધર્યા છે એમાંનો એક મહત્વનો વૈશ્વિક કક્ષાનો પ્રોજેક્ટ અમે પોરબંદરમાં કરવા જઈ રહ્યા છીએ..


પોરબંદરમાં કર્લી વિસ્તારમાં રિચાર્જ રિઝરવોયર મોકર સાગરની વૈશ્વિક કક્ષાના પ્રવાસી તીર્થ સ્થળ તરીકે
વિકાસ કરવામાં આવશે. તેના કેન્દ્રમાં પક્ષીઓનું આશ્રય સ્થાન છે. અહી આવતા લોકો વિવિધ પ્રકારના પક્ષીઓ નિહાળે એવું એક વર્લ્ડ કક્ષાનું પક્ષી દર્શન સાઈટ આપણે વિકસાવવા જઈ રહ્યા છીએ..
પોરબંદર નજીક મોકરથી ઓડદર અને આસપાસના રતનપર ગોસા ટુકડા અને પોરબંદર નજીક આસપાસ નો આ વિસ્તાર દરિયા નું પાણી જમીન તરફ આવતું અટકાવવા આપણે કરેલા પ્રયાસોને કારણે હવે આ સાઈટ પર નવું ડેવલોપમેન્ટ કરવામાં આવશે.
જળ સંપતિ વિભાગ નો આ મૂળ પ્રોજેક્ટ અંદાજે રૂપિયા 200 કરોડનો છે.જેમાં જે મુખ્ય કામો હાથ ધરવાના છે તેમાં ઇન્ટરપ્રિટેશન સેન્ટર, વોચ ટાવર,. બોડ વોક અને પી .પી .પી ના ધોરણે એકોમોડેશન કરાશે.


આ ઉપરાંત પ્રવાસીઓ માટે રોડની સુવિધા અને અન્ય માળખાગત સવલતો પણ કરવાનું આયોજન છે. હયાત માટી પાળાનું પણ નવીનીકરણ કરી રહ્યાં છીએ.
સૌરાષ્ટ્રમાં સોમનાથ થી દ્વારકા વચ્ચે માધુપુર અને પોરબંદર અગત્યનું છે .અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે ત્યારે આ પક્ષી દર્શન સાઇટ પ્રવાસીઓ માટે નજરાણુ બની રહેશે.
પોરબંદરમાં જે વિશ્વ કક્ષાનું ઇકો ટુરીઝમ ડેસ્ટીનેસન ડેવલોપમેન્ટ થતા ત્યાં એક લોકોને રોજગારી પણ મળશે. હસ્તકલા અને હેન્ડીક્રાફ્ટનો પણ ભવિષ્યમાં અહીં વેચાણ થાય અને આસપાસના લોકોને રોજગારી મળે તે માટે આયોજન કરવાનું સરકાર વિચારી રહી છે.
મૂળ આ ક્ષાર પ્રવેશ નિવારણ યોજના છે અને તેને પ્રવાસન વિકાસ સાથે આપણે જોડી રહ્યા છીએ.
આ કામગીરી કુલ ત્રણ તબક્કામાં પૂર્ણ કરાશે.
આ વર્ષે પોરબંદરમાં આ વેટલેન્ડ વિસ્તારમાં ૧.૧૩ લાખ પક્ષીઓ આવ્યા છે. જે આપણા માટે ગૌરવ છે. આપણે જે સેન્ટર બનાવવા છે એમાં પક્ષીઓના અભ્યાસો માટે પણ યાયાવર પક્ષીઓના અભ્યાસની તક મળશે. ગાઈ ડ તરિકે યુવાનોને તક મળશે.આખા જીલ્લામાં ૫.૭૦ લાખ પક્ષીઓ આ વર્ષે નોંધાયેલ છે.
પર્યાવરણ વિકાસ સાથે ટુરિઝમ ડેવલોપમેન્ટ અને દરિયાના પાણીને આગળ જમીનમાં ઉતારતા અટકાવી દરિયાકાંઠે પીવાનું મીઠું પાણી જળવાઈ રહે એ માટેના આપણા આ પ્રયાસો માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નું પણ માર્ગદર્શન છે. બજેટમાં આપણે ટકાઉ વિકાસ માટે માળખાગત સુવિધા સાથે પીવાના પાણીની ઉપલબ્ધતા અને સોર્સને પુનજીવિત કરવા વિશેષ આયોજન કર્યું છે .
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના નેતૃત્વમાં આપણે આત્મનિર્ભર ભારત તેમાં ગુજરાતની આગેવાની અગ્રેસર રહે તે માટે આપણી સાંસ્કૃતિક વિરાસતો પ્રવાસન સ્થળો વિકાસ વિકાસ કરી રહ્યા છે તેમાં જળ સંપતિ વિભાગ પણ દરિયાના વેટલેન્ડ વિસ્તારને ટુરિઝમ સાથે જોડી રહ્યા છે. જેના આપણને ફળદાયી પરિણામો પણ મળશે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!