Watch “શિવ શક્તિ આશ્રમ ખાતે સંત શિરોમણી શ્રી બાબુજતીબાપુની તિથિ નિમિત્તે ભવ્ય ધર્મોત્સવ યોજાયો” on YouTube
સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી બાબુજતીબાપુ (બાબુગીરી બાપુ) ની ચોથી પુણ્યતિથી નિમિત્તે શ્રી શિવ શક્તિ આશ્રમ નવાપરા છાંયા પોરબંદર ખાતે મહાદેવ તથા ગુરુદેવ પ્રતિમા પૂજન, વિવિધ ગૌશાળાઓમાં ઘાસચારો, ભોજન મહા પ્રસાદી, રામધૂન તથા બ્લડ ડોનેશન કેમ્પ સહિત ના ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા જેમાં સૌ પ્રથમ સિદ્ધેશ્વર મહાદેવ તથા ગુરુદેવ બાબુજતીબાપુ ની પ્રતિમા નું વિધિ વિધાન પૂર્વક પૂજન અર્ચન ભવ્ય શણગાર કરવામાં આવ્યા હતા બાદ માં હનુમાનજી ની આરાધના સાથે રામધૂન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો સાથે રક્તદાન કેમ્પ યોજાયો હતો અને સાંજે ભોજન મહાપ્રસાદી રાખેલ જેમાં ૧૮ હજાર થી વધુ લોકો એ ભોજન દર્શન નો લહાવો લીધો હતો આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે સંત શ્રી પ્રાગજી બાપા આશ્રમ ના પરમ હંસો હતા જેઓ ને પણ ભાવતા ભોજન કરવાય હતા
આ તમામ કાર્યકમો ની સફળતા માટે મહંત શ્રી ક્રિષ્નજતીબાપુ ગુરુ શ્રી બાબુજતીબાપુ માર્ગદર્શન હેઠળ ૫૦૦ જેટલા સેવક ભાઈ બહેનો જોડાયા હતા
