આકરો ઉનાળો : પોરબંદરમાં પાણીની પારાયણ,બુંદ બુંદ કો તરસે જન જન
પોરબંદરના અનેક વિસ્તારમાં બાર બાર દિવસ થી પાણી નથી આવ્યું
વેકેશન સમય માં મહિલાઓનો આક્રોશ બાળકો પણ મુશ્કેલી માં
એક તરફ આકરો ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે પોરબંદરમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વિકરાળ બની છે, ખાસ કરીને પોરબંદર ના કુંભારવાડા માં 8 દિવસ તથા રિલાયન્સ પેટ્રોલપમ્પ પાછળના વિસ્તારમાં 12 દિવસ થી પાણી નથી આવ્યુ અને આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે સ્થાનિક મહિલાઓ એ અને કોંગ્રેસ દ્વારા પાલિકાના તંત્રને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી
પોરબંદરમાં કોંગ્રેસ ના રામદેવ મોઢવાડિયા સહિતના આગેવાનો અને મહિલાઓ પીવાના પાણી મુદ્દે પાલિકાના તંત્રને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. સંતોષકારક જવાબ પાલિકાના તંત્ર તરફથી મળ્યો ન હોવાના કારણે મહિલાઓએ જિલ્લા કલેક્ટર સમક્ષ પીવાના પાણીના પ્રશ્નને લઈને રજૂઆત કરી હતી. કલેક્ટર દ્વારા પીવાના પાણીના પ્રશ્નોનું નિરાકરણ લઈ આવવામાં આવશે, તેવી ખાતરી આપવામાં આવી છે.
કુંભારવાડા વિસ્તારમાં 8 દીવસ થી પાણી બંધ
પોરબંદર ના કુંભારવાડા વિસ્તારના મહિલાઓ પીવાના પાણીની સમસ્યા સર્જાઈ હોવાના કારણે નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારિયાના ઘરે રજૂઆત કરવા માટે પહોંચ્યાહતા. પરંતુ નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારીયા ઘર પર ન હતા, અને પચાસથી વધુ મહિલાઓ પાલિકા પ્રમુખના ઘરે પહોંચ્યા હોવાના પગલે પોલીસ આવી પહોંચી હતી. મહિલાઓએ પાણી વહેલી તકે આપવા વિનંતી કરી હતી
પોરબંદર ના આ વિસ્તાર માં બાર- બાર દિવસે પણ પાણીનું એક બુંદ પણ ન આવ્યું
પોરબંદર ના જુબેલી વિસ્તારથી આગળ રિલાયન્સ પેટ્રોલ પમ્પ પાછળ ના વિસ્તારમાં છેલ્લા 12 દિવસ થી પાણી ન આવતા મહિલાઓ એ તાત્કાલિક વ્યવસ્થા કરવા માટે વિનંતી કરી હતી .મહિલાઓ એ રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે 12 દિવસ સુધી પાણી ન આપે તો જીવન ચાલવવુ પણ મજબુર થઈ જાય છે .વેકેશન સમય માં મહેમાન ઓન ઘરે આવતા હોય છે ત્યારે પાણી ની જરૂરિયાત ખાસ વહેલી તકે કરે તેવી સ્થાનિક મહિલાઓ એ માંગ કરી છે .
સોમવારના દિવસે મહિલાઓએ પાણીના પ્રશ્નોના નિરાકરણ અંગે કોંગ્રેસના આગેવાનોએ પણ રજૂઆત કરી છે. અને વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી છે.જ્યારે રામદેવ મોઢવાડીયા એ પાલિકા ના અધિકારિઓ અને પદાધીકારીઓ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે માત્ર તેઓના જાણીતા ઓ અને વી આઈપી એરિયા માં પાણી સમય સર આપવામાં આવે છે પંરતુ નાના સામાન્ય લોકો ના વિસ્તારમાં પાણી નથી પહોંચતું અને લોકો ને પાણી મેળવવા માટે વલખા મારવા પડે છે અને જો પાણી યોગ્ય સમયે નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી પણ કોંગ્રેસ ના આગેવાન રામદેવભાઈ એ ઉચ્ચારી હતી.