રોટરી ક્લબ તથા ઇનરવ્હીલ ક્લબ ઓફ પોરબંદર દ્વારા પૌષ્ટિક આહારની કીટનું વિતરણ કરાયું
રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા ઇનરવ્હીલ ક્લબ ઓફ પોરબંદર દ્વારા
રૂ. ૧૦૦૦/ એક એવી ૪૬ ની પૌષ્ટિક આહારની કીટ નું વિતરણ કરવામાં આવ્યું. કીટ વિતરણમાં ક્લબના સભ્યો તેમજ તેઓના સંબંધીઓના આર્થિક સહયોગથીજીલ્લા ક્ષય કેન્દ્રમાં નોંધાયેલ દર્દીઓમાંથી ૪૦ જેટલા દર્દીઓને આ પોષ્ટિક આહારની કીટ રોટરી કલબ અને ઈનરવ્હીલ તરફથી દર મહિને આપવામાં આવે છે.
સપ્ટેમ્બર થી માર્ચ આ આઠ માસમાં ૨૯૯ કીટ વિતરિત કરાઈ છે, આ દર્દીઓ એવા છે જેમને ડોકટરો દ્વારા આવેલ પોષણયુક્ત સૂચવવામાં આવેલ આહારનો ખર્ચ ઉઠાવી શકતા નથી.
રોટરી ક્લબ દર મહિને આવી લગભગ ૪૦ જેટલી કીટ જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને વિતરણ કરે છે.
આ પ્રોજેક્ટ હેઠળ આ વર્ષનું આઠમું વિતરણ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે બંને ક્લબના સભ્યોની હાજરીમાં યોજવામાં આવ્યું હતું.
એપ્રિલ માસની પોષણયુક્ત અક્ષય કીટ ના વિતરણ અનુસાર ગત માર્ચ મહિનામાં કુલ 40 કીટનું વિતરણ કરવામાં આવેલું હતું જેમાંથી 9 દર્દીઓ ની સારવાર પૂર્ણ થઈ ગયેલ હોય હાલ જુના દર્દીઓમાંથી 31 દર્દીઓ અને નવા 15 દર્દીઓ ની સારવાર શરૂ કરવામાં આવેલ છે કે જેમને પોષણયુક્ત આહારની જરૂરિયાત હોય તો એપ્રિલ માસ દરમિયાન કુલ 46 દર્દીઓને પોષણયુક્ત કીટ આપવામાં આવી છે.
રોટરી ક્લબ અને ઈનરવ્હીલ ક્લબના અન્ય સભ્યોએ દર્દીઓને સલાહ બીમારી ને લગતી માહિતી આપી અને વ્યસન મુક્ત થવા વિશેષ કાળજી લેવા વિનંતિ કરી.
સર્વેની શબ્દોથી સ્વાગત ઇન્નરવ્હિલના પ્રમુખ શ્રી મીનાબેન મજીઠીયા દ્વારા કરવામાં આવેલ હતું સાથે સેક્રેટરી સીમાબેન સિંઘવીએ દર્દીઓના ફોર્મ ભરવા તેમજ અન્ય વિગતો માટેની જવાબદારી સંભાળી હતી તેમજ રોટરી પ્રમુખ રો. પૂર્ણેશ જૈને સર્વેનો આભાર વ્યકત કર્યો હતો, પ્રોજેક્ટના ચેરમેન ચેરમેન વિજય મજીઠીયાએ અક્ષયકીટના વિતરણની જવાબદારી સંભાળી હતી.
જિલ્લા ક્ષય કેન્દ્રના ડો. સીમાબેન પોપટિયાએ બંને સંસ્થાની કામગીરી તેમજ આવા કાર્યોની સરાહના કરી હતી અને અ-ક્ષય પ્રોજેક્ટથી મળેલા ફાયદાઓની વિસ્તૃત માહિતી દર્દીઓને આપી હતી.
જીલ્લા ક્ષય કેન્દ્રના હેઠળ માર્ગદર્શન તેમજ ત્યાંના સ્ટાફના સભ્ય વિમલ હિંડોચા વિગેરે તેમજ રોટરી ક્લબના સભ્યો અને ઇનરવ્હીલ સભ્યોએ પણ દર્દીઓ સાથે વ્યક્તિગત રીતે ચર્ચા કરીને દ્વારા કીટમાં સામેલ વસ્તુઓનું ફોલો-અપ્સ ફોર્મ ભરવામાં મદદ કરી હતી રો.જયેશભાઈ પત્તાણીએ કિટની વસ્તુઓનો ઉપયોગ અને ફાયદા વિશે જણાવ્યું હતું, હર્ષિતભાઈ રૂઘાણીએ દર્દીઓને આ પ્રોજેક્ટની વિશેષ માહિતી આપી હતી અને વ્યસન મુક્ત રહી અને દવા વિગેરે સમયસર લઈ અને સંસ્થા તેમજ ક્ષય કેન્દ્રની મહેનત સફળ બનાવવા સહકાર આપવા અપીલ કરી હતી.
સમારોહમાં ખાસ જામનગર થી ઉપસ્થિત હીનાબેન પોપટ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત રો.બિંદુનેન શાહ,રો. પ્રીતેશ લાખાણી,રો. અનિલરાજ સીંઘવી વિગેરે કીટ વિતરણના કાર્યક્રમમાં સામેલ રહ્યા હતા.