જિલ્લા પુસ્તકાલય  પોરબંદર ખાતે પુસ્તક પ્રદર્શનનું આયોજન


ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત રાજ્ય ગ્રંથાલય વિભાગ અંતર્ગત સરકારી જિલ્લા પુસ્તકાલય, પોરબંદર ખાતે આજથી શરૂ થતા “રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ” તારીખ ૧૪ થી ૨૦ નવેમ્બર ૨૦૨૪ તથા બાળ દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ તારીખ ૧૪ નવેમ્બર ૨૦૨૪ ને ગુરુવારના દિવસે સરકારી જિલ્લા પુસ્તકાલય, પોરબંદર ખાતે વાચકોમાં વાંચન પ્રત્યે રુચિ જાગૃત થાય તથા શહેરના દરેક નગરજનો ગ્રંથાલિયાભિમુખ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત તારીખ ૧૪ નવેમ્બર ૨૦૨૪ ને ગુરુવાર ના દિવસે સરકારી જિલ્લા પુસ્તકાલય, પોરબંદર ખાતે પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે.


સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગ્રંથાલય નિયામક ડૉ. પંકજભાઈ ગોસ્વામી  તથા મદદનીશ ગ્રંથાલય નિયામક એલ. આર. મોઢ ના માર્ગદર્શન હેઠળ સરકારી જીલ્લા પુસ્તકાલય, પોરબંદર ના મદદનીશ ગ્રંથપાલશ નીલેશભાઈ કરમુરએ ગ્રંથાલય કર્મચારીગણના સહયોગ દ્વારા કરવામાં આવેલ હતું. જે દરમ્યાન ડૉ. ડી. પી. ચાંચીયા સાહેબ, જાણીતા શિક્ષણવિદ અને વી. આર. ગોઢાણીયા બી.એડ. કોલેજના ડાયરેક્ટર ઈશ્વરભાઈ ભરડા સાહેબ, સાંદીપની ગુરુકુળ ના ગ્રંથપાલ હાર્દિકભાઈ પુરોહિત, જયેન્દ્રસિંહ સરવૈયા, વિનુભાઈ વાલા પ્રો. પી. જી. ગણાત્રા, દિપકભાઇ માખેચા, હરસિધ્ધભાઈ છાયા, નાથાભાઈ વિસાવાડિયા, હેમેન્દ્રભાઈ બામણીયા, તના નગીનભાઈ, પંડ્યા હસમુખરાય, ઠકરાર પોપટલાલ, આશાબેન મોઢવાડીયા, ધવલભાઈ બામણીયા તથા બહોળી સંખ્યામાં વાચક ઉપસ્થિત રહ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!