પોરબંદરની વિ.જે.મદ્રેસા સંકુલમાં સ્વાતંત્ર પર્વની શાનદાર ઉજવણી
પોરબંદર ના ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા એ ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહી ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજ ને સલામી આપી.
અગ્રણી સામતભાઇ ઓડેદરા અને ડો. નૂતનબેન ગોકાણી એ હાજરી આપી.
બોયઝ એન્ડ ગર્લ્સ હાઈસ્કુલ તેમજ ઈંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓએ દેશભકિતસભર કાર્યક્રમો રજુ કર્યા
સમગ્ર દેશ માં આઝાદી અમૃત મહોત્સવ – હરઘર તિરંગા – અને મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત દેશ આઝાદ થયા ને 77 વર્ષ પુરા થયા ના અવસરે ઉત્સાહ પૂર્વક ઉજવણી થઈ રહી છે તેમજ હર ઘર તિરંગા સહિતની ઉજવણી થઈ રહી છે ત્યારે વિ.જે.મદ્રેસા સંકુલમાં પણ પરંપરા મુજબ સ્વાતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી . બોયઝ એન્ડ ગર્લ્સ હાઈસ્કુલ તેમજ શેઠ હાજી અબ્દુલ્લાહ ઝવેરી ઈંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓએ દેશભકિતસભર કાર્યક્રમો રજુ કર્યા હતા . ૭૭ માં સ્વાતંત્ર પર્વ નિમિતે વિ.જે.મદ્રેસા સંકુલમાં પોરબંદર ના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા એ તિરંગો લહેરાવ્યો હતો અને સાથે શ્રી સામતભાઇ ઓડેદરા, ડો. નૂતનબેન ગોકાણી અને માદ્રેશ સંકુલ ના ઓન. સેક્રેટરી ફારૂકભાઈ સુરીયા તેમજ પ્રિન્સિપાલ એન્ડ સ્ટાફ સાથે વિધાર્થીઓ જોડાયા હતા. અને ત્યારબાદ સંકુલના વિદ્યાર્થીઓએ વકતૃત્વ , નાટક , ગીત , પીરામીડ સહિત દેશભકિત સભર કાર્યક્રમો રજુ કર્યા હતા . આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિ.જે.મદ્રેસાના પ્રિન્સીપાલ ઈસ્માઈલ મુલ્તાની , ગર્લ્સ સ્કુલના પ્રિન્સીપાલ પુજા મેડમ , મીરા રૂમેજા મેડમ , શેરવાની સરવર મેડમ સહિત સ્ટાફે જહેમત ઉઠાવી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન , માર્ગદર્શન પુરૂ પાડયું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી .