કાઠમંડુ માં ” માનસ સન્યાસ”લિવિંગ વિથ લેસ :મોરારીબાપુ

નેપાળ ના પાટનગર કાઠમંડુ માં પૂ.મોરારીબાપુ ની સપ્તાહ “માનસ સન્યાસ”ચાલી રહી છે ત્યારે બાપુની આ 922 મી આ કથા ના ત્રીજા દિવસે બાપુ એ વ્યાસપીઠ પર થી સન્યાસના છ પ્રકારો વિશે જણાવ્યુ હતું.

છ પ્રકાર ના માનસ સન્યાસ માં કુટીચક અને બહુતક હંસ પરમહંસ તુરીયાદિત અને અવધૂત પ્રકારો વિશે વિશેષ માહિતી આપતા મોરારીબાપુએ જણાવ્યું હતું કે બે અથવા ત્રણ જોડી કપડા સાથે રાખી જીવન જીવી શકે અને તેનામાં બીજું લક્ષણ એ હોય કે માત્ર શ્રવણ જ કરી શકે કુટિજક સન્યાસી નો ધર્મ શ્રવણ છે એટલે કે લોકવાર્તા અલક મલકની બીજી વાતો ને છોડી માત્ર (શ્રવણ) સાંભળવાનો નો માર્ગ અપનાવે, વેદાંતમાં જ્ઞાનમાર્ગમાં ભક્તિમાં તથા પ્રેમ માર્ગમાં શ્રવણ પ્રથમ છે આ સન્યાસમાં મંત્ર જાપ અને મૂર્તિ પૂજા સન્યાસીએ કરી શકે છે આ ઉપરાંત જો 10 જોડી કપડાં રાખો તો સન્યાસીએ તેજ કિંમતની એક જોડી દાન માટે રાખવી જોઈએ ,મા બાપ બાળકો ની વાત માનવી તે પણ ફૂટી ચક્ર સન્યાસ કહે છે.

કથા માં આવેલ ઓશો શાધકોને જોઈ ને બાપુ એ કહ્યું મસ્તો ને જોઈ હું પણ મસ્ત થઈ જાવ છું

મે ..તો દિવાના દિવાના દિવાના પર ઓશો સન્યાસીઓ જુમ્યા

નેપાળ ના કાઠમંડુ માં 16 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર સુધી સનરાઈઝ કન્વેન્સલ સેન્ટર, ગોદાવરી ખાતે યોજાયેલ માનસ સન્યાસ કથામાં મોટી સંખ્યા ઓશો સન્યાસીઓ અને શ્રોતાજનો ઉપસ્થિત રહે છે ત્યારે આજે ત્રીજા દિવસે બાપૂ જૂનું ગીત મેં તો દિવાના દિવાના દિવાના ગાયું અને ત્યાં શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા હતા
મોરારી બાપુ એ બહુતક સન્યાસ બાબતે મોરારીબાપુએ જણાવ્યું હતું કે બહુ તક શૂન્ય છીએ દિવસમાં બે વાર સવાર સાંજ ભૂખ લાગે તો ખાવાનું હોય છે ભિક્ષા લઈને જમવાનું હોય છે કોઈનું ઘર ખખડાવી ત્યારે ગાય દોહવા જેટલો સમય રાહ જોવાની ,સન્યાસીની પાસે પહેરવામાં એક માત્ર ચાદર હોય છે જે અંગે એક સાધુની વાત જણાવી હતી જેમાં એક સાધુ એ ઓઢનેકા બિછાને કા, સિરહનેકા,ઓર બિછાને કા સામાન ખો ગયા હે એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી પરંતુ તેંની એક ચાદરની જ ચોરી થઈ હતી જેમાં ઘણા કામમા ઉપયોગ લેવાતી. આમ સન્યાસી એક ચાદર વસ્ત્ર તરીકે રાખે છે. આ ઉપરાંત શ્રવણ શતહેબ મનન કરવાની વાત કરી હતી,આ સન્યાસીઓ ને તિલકની જરૂર નથી.

જ્યારે હંસ સન્યાસીનો પાસે છુટા કપડાનો ટુકડો કોઈ ઓઢાવે તો તે ઓડી લે છે મૃગ ચર્મ લપેટવાની છૂટ હોય છે એક ઘરની ભિક્ષા લેવાની હોય છે આ ભિક્ષા ઓછા સમયમાં મળે તો નહીં તો ઉપવાસ કરવાનો હોય છે
જ્યારે પરમહંસ સન્યાસી ને મનન કરેલું આચરણમાં લાવવા નું હોય છે અને છુટા વસ્ત્રની પણ મનાઈ હોય છે આ ઉપરાંત મોરારી બાપુ એ સન્યાસ નો પાંચમો પ્રકાર તુરયાતીત સન્યાસ જણાવ્યો હતો જેમાં જટા રાખી દિગંબર સન્યાસીઓ હોય છે જ્યારે છેલ્લો પ્રકાર અવધૂત સન્યાસને ગણાવ્યો હતો. જેમાં ગંગા ના તટ પર આવેલ અવધૂતસંત મસ્તરામ બાબા ને યાદ કર્યા હતા જે ભક્તો મન હાથ થી આપેલ ભોજન લેતા . આ છયે સંન્યાસનો એક અર્થ એ મહાદેવ છે.મહાદેવ

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!