વિજયાદશમી નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પોરબંદર દ્વારા શસ્ત્ર પૂજન ક…
https://youtube.com/watch?v=p36oUUgyw4k&feature=shared
સનાતન ધર્મમાં શાસ્ત્ર અને શસ્ત્ર બંનેનું પૂજન થાય છે જે ધર્મ માટે યુગો યુગોથી દેવી-દેવતાઓએ આ પૃથ્વી પર જન્મ લીધો જે ધર્મમાં આપણી આસ્થા એ પણ દેવી-દેવતા સાથે જોડાયેલી છે તે દેવી-દેવતાએ તેના હાથમાં શસ્ત્ર ધારણ કરીને અધર્મનો નાશ કર્યો તે શસ્ત્રના આપણે ઉપાસક છીએ નવરાત્રિના પાવન પર્વ માં ભગવતી ની આરાધના સ્તુતિ અને ત્યારબાદ દશેરા ના દિવસે અધર્મ પર ધર્મનો વિજય તે શસ્ત્રના આધારે છે તે શસ્ત્રના આપણે ઉપાસક છીએ માટે ધર્મની રક્ષા માટે ગૌ માતાની રક્ષા માટે બહેન દીકરીની રક્ષા માટે અસુરી શક્તિનો નાશ કરવા માટે શસ્ત્રધારી ત્રિશુલ ધારી યુવા શક્તિ જાગૃત બને તે હેતુથી હિન્દુ સમાજ શસ્ત્ર અને શાસ્ત્રના ઉપાસક બને તે માટે શસ્ત્ર પૂજન કરી અને વધુમાં વધુ સમાજને જાગૃત કરીએ તે ઉદેસ્ય થી
VHP-બજરંગદળ દ્વારા બાલુબા કન્યા વિદ્યાલય ફુવારા પાસે ભવ્ય શસ્ત્ર પૂજન નો કાર્યકર્મ યોજવામાં આવેલો બજરંગ દળ ના કાર્યકર્તાઓ કેશરી સાફા. બજરંગ દળ નો બેલ્ટ પહેરી ડીજે ના સંગાથે ઉત્સાહ ભેર શસ્ત્ર પૂજન કરવામાં આવેલું આ શસ્ત્ર પૂજનમાં સાધુ સંતો .વિવિધ જ્ઞાતિ આગેવાઓ .સામાજિક સંસ્થાઓ. ઉધોગ પતિઓ.પોરબંદર ના શહેરીજનો રાષ્ટ્રીય સેવક સંઘ .માતૃશક્તિ દુર્ગા વાહીની ના બહેનો. રાજકીય આગેવાનો.પત્રકાર ભાઈ. વિવિધ એસોસિયેસન. ના અગ્રણીઓ ઉપસ્થિત રહેલા.અને ભાવ ભેર શસ્ત્ર નું પૂજન કરવામાં આવેલું અને .બજરંગ દળ પોરબંદર ની અપીલ થી 20થી વધુ ગરબી મંડળોદ્વારા પણ માતાજી સ્વરૂપે ગરબી રમતી દીકરીઓ ગરબી મંડળ ના આયોજક શ્રી ઓ દ્વારા પણ શસ્ત્ર પૂજન કરવામાં આવેલું અને ચોપાટી ખાતે .લિયો પાયોનિયર રમઝટ રાસ ઉત્સવ .ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે રુમઝુમ રાસ ઉત્સવ ખાતે પણ શસ્ત્ર પૂજન નો કાર્યકર્મ કરવામાં આવેલો આતકે પોરબંદર-છાયા નગરપાલિકા. પ્રશાસન.પત્રકાર ભાઈઓ અને ઉપસ્થિત રહેલ સર્વે લોકો નો બજરંગદળ દ્વારા આભાર માનવામાં આવેલો.