સીમર હાઈસ્કૂલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ અને બ્લડ ગ્રુપિંગ કેમ્પ યોજાયો
પોરબંદર રેડક્રોસ દ્વારા અનેક પ્રકારની સેવા પ્રવૃત્તિઓની સાથે સાથે અલગ અલગ વિષયો ઉપર તાલીમો પણ આપવામાં આવે છે. આ તાલીમના ભાગરૂપે શારદા મંદિર હાઇસ્કુલ સીમર ખાતે વિધાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ આપવામાં આવી હતી.
પોરબંદર દરિયા કિનારાનો જીલ્લો હોવાથી વારંવાર વાવાઝોડા અને પુર જેવી કુદરતી આપદાનો ભય સતત ઝળુંબતો રહે છે. આથી આપણા જિલ્લામાં કોઈપણ પ્રકારની કુદરતી કે માનવ સર્જિત આપત્તિ આવે ત્યારે બચાવ અને રાહત કામગીરી કઈ રીતે કરી શકાય તેની વિધાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી.
આ ઉપરાંત ભવિષ્યના રક્તદાતાઓ તૈયાર કરવા માટે વિધાર્થીઓના બ્લડ ગૃપ ચેક કરવા માટે બ્લડ ગ્રુપિંગ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું
આ તાલીમ સેમિનારમાં પોરબંદર રેડક્રોસના સેક્રેટરી અકબરભાઈ સોરઠીયા અને રેડક્રોસના ટ્રેનર ત્રિલોકભાઈ ઠાકરે સેવા આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય ધવલભાઈ ખૂંટી અને જુનિયર રેડક્રોસના ઇન્ચાર્જ વર્ષાબેન પટેલે જહેમત ઉઠાવી હતી.