વ્હીલચેર ક્રિકેટર ભીમા ખુંટીએ દિવ્યાંગોના સ્પેશ્યલ ખેલ મહાકુંભમાં એથ્લેટિક્સ ની બબ્બે રમતોમાં પ્રથમ નંબર મેળવ્યો
દિવ્યાંગોના સ્પેશિયલ ખેલમહાકુંભની જિલ્લા લૅવલની રમતનું આયોજન સાંદિપની સ્કૂલના ગ્રાઉન્ડ પર થયું હતું. તો આ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભીમા ખુંટીએ બે રમતોમાં ભાગ લીધો હતો. ભીમા ખૂંટીએ ખેલ મહાકુંભમાં ભાલા ફેકની રમતમાં 14.83 મીટર ભાલુ ફેંકીને જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો અને સાથે વ્હીલચેર હડૅલ રેસમાં પણ માત્ર 22.38 સેકન્ડમાં રેસ ખતમ કરીને પ્રથમ નંબર મેળવીને એમ બબ્બે રમતોમાં પ્રથમ નંબર મેળવીને ભીમાએ સાબિત કરી બતાવ્યું છે કે કશુજ અસંભવ નથી.
આમ તો આપ સૌ ભીમાભાઇ ખૂટીને ઓળખતા જ હશો કારણ કે ભીમાભાઇ ખૂંટી ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમના ખેલાડી છે. અને સાથે ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન પણ છે અને ભીમાભાઇ ખુટી ઘણા બધા દેશોમાં રમીને ભારતનું ગૌરવ વધાર્યું છે.
આગામી 14 મેથી 17 મે દરમિયાન નડિયાદ ખાતે રાજ્ય લેવલની રમતમાં ભાગ લેવા ભીમા ખૂંટી જશે તો આ સમયે ચારે બાજુથી ભીમાં ભાઈ પર શુભેચ્છાઓ નો વરસાદ વરસી રહ્યો છે.