માહિયારી ખાતે મહાનુભાવોએ 101 મકાનોનું ઇ-લોકાર્પણ કરાયું

*વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રીશ ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતમા*

*જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં*

*માહિયારી ખાતે મહાનુભાવોએ 101 મકાનોનું ઇ-લોકાર્પણ કરાયું

*વડાપ્રધાન ના દિશા દર્શનમાં તમામ ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે: પૂર્વ ધારાસભ્ય કરસનભાઈ ઓડેદરા*

*વર્તમાન સરકારની યોજનાઓથી ઘર વિહોણાને ઘરનું ઘર મળે છે, દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી છે: રમેશભાઈ ઓડેદરા*

પોરબંદર તા,10.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોએ આવાસની ચાવી સોપવામાં આવી હતી. કુતિયાણા તાલુકાના મહિયારી ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કેતન ઠક્કર, પૂર્વ ધારાસભ્યશ્રી કરસનભાઈ ઓડેદરા, રમેશ ભાઈ ઓડેદરા સહિત મહાનુભાવો તથા અધિકારીઓના હસ્તે કુતિયાણા તાલુકાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના 101 લાભાર્થીઓને આવાસની ચાવી સોંપવામાં આવી હતી. જેનાં પ્રતિક રૂપે મુખ્ય સ્ટેજ પરથી 6 લાભાર્થીઓને ઘરના ઘરની ચાવી સોંપવામાં આવી હતી.

સમગ્ર રાજ્યના ૧,૩૧,૪૫૪ આવાસોના ઇ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે યોજાયો હતો. તેમજ તમામ જિલ્લાઓમાં આ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલ ઉપસ્થિતિથી જોડાયા હતા.
આ તકે કુતિયાણા તાલુકાના મહિયારી ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈ પરમારએ સ્ટેજ પરથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને શુભકામનાઓ પાઠવી ચાવી વિતરણ કરી હતી.
આ તકે પૂર્વ ધારાસભ્ય કરસનભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં તમામ ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે. કુતિયાણા તાલુકાનું છેવાડાનું ગામડું હોય કે પોરબંદરનું છેવાડાનું ગામડું હોય લાભાર્થીને સરકારની યોજનાઓનો લાભ મળે છે.
જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન રમેશભાઈ ઓડેદરા એ જણાવ્યું હતું કે , દરેક પરિવારને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. દર્દીઓને વિનામૂલ્યે આરોગ્યની સારવાર મળી રહી છે. ખેડૂતો માટે કલ્યાણકારી યોજનાઓ, મહિલા ઉત્કર્ષ માટે યોજનાઓ, શ્રમિક ઉત્કર્ષ માટેની યોજનાઓ આમ તમામ ક્ષેત્રે વિકાસ થઈ શકે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા યોજનાઓની અમલવારી કરવામાં આવી રહી છે.
મહાનુભાવોએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્મક ચાવી વિતરણ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કાળુભાઈ ભુવા, સહિત મહાનુભાવો, મહેમાનો, અધિકારીઓ, લાભાર્થી પરિવારો તથા કુતિયાણા શહેર અને ગ્રામીણ વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સૌએ સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઈ પટેલને લાઈવ સાંભળ્યા હતા. કાર્યક્રમનું સંચાલન વિશાલભાઈ રાજ્યગુરુએ કર્યું હતું.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!