યંગ ફૂટબોલ ક્લબ એન્ડ એકેડેમી અને ભાવસિંહજી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ફૂટબાલ ટુર્નામેન્ટનું આયોજન
યંગ ફૂટબોલ ક્લબ એન્ડ એકેડેમી અને ભાવસિંહજી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા પોરબંદર ચોપાટી ગ્રાઉંડ ખાતે ૫-એ સાઇડ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટ ત્રણ કેટેગરીમાં રમાડવામાં આવનાર છે. જેમાં અંદર-૧૨ વર્ષિય, અંદર-૧૪ વર્ષિય તથા ઓપન કેટેગરીની થઈ કુલ ૫૦ જેટલી ટીમોએ ભાગ લીધેલ છે. ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં ડો.ચેતનાબેન તિવારી ( પોરબંદર નગરપાલિકાના પ્રમુખ), રમેશભાઇ ઓડેદરા ( પોરબંદર ભાજપ જિલ્લા પ્રમુખ), પવનભાઈ શિયાળ ( પોરબંદર ખારવા સમાજના પ્રમુખ), મનીષભાઈ શિયાળ( પોરબંદર નગરપાલિકા ઉપપ્રમુખ), ખીમજીભાઈ મોતીવરસ ( પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રી), લક્કીરાજસિંહ વાળા ( પોરબંદર જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ),પ્રેમજીભાઈ પોસ્ટારિયા (બોસ) (સાગર શક્તિ સેવા ટ્રસ્ટના પ્રમુખ) તેમજ મુકેશભાઈ પાંજરી ( પોરબંદર બોટ એસોસિએશનના પ્રમુખ), શ્રી હર્ષિત શિયાળ ( પોરબંદર ફિશ સપ્લાયર્સ એસોસિએશનના પ્રમુખ),જીતુભાઈ ભરાડા ( બક્ષીપંચ મોરચા પ્રમુખ), ભાસ્કરભાઈ પાંજરી(પોરબંદર પીલાણા એડસોસિએશનના પ્રમુખ), અજયભાઈ બાપોદરા નાઓ ઉપસ્થિત રહી તમામ ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવેલ.