પોરબંદર મા બામણીયા પરિવાર દ્વવારા શ્રી રામદેવજી મહારાજ ની પ્રસાદી ઉત્સવ યોજાયો
સામૈયા,રાંદલ માતાજી ના લોટા, સત્ય નારાયણ કથા ભોજન રૂપે મહા પ્રસાદ સહીત કાર્યક્રમો પોરબંદર : પોરબંદર ના કોળી સમાજ બામણીયા પરિવાર દ્વવારા શ્રી રામદેવજી મહારાજ ની પ્રસાદી ઉત્સવ નુ આયોજન કરવા મા આવેલ હતું પોરબંદર ના ખાક ચોક ના રામ ટેકરી રામકૃપા ખાતે થી શ્રી રામદેવજી મહારાજ ની શોભાયાત્રા યાત્રા સામૈયા રૂપે તાલુકા કોળી સમાજ કર્મ ચારી મંડળ ના પ્રમુખ નારણભાઇ પુંજાભાઈ બામણીયા ના નેજા હેઠળ નીકળી હતી જેમાં નરસંગ ટેકરી કોળી સમાજના પ્રમુખ લખમણ ભાઈ બામણીયા, ઝૂરીબાગ કોળી સમાજના પ્રમુખ વલ્લભ ભાઈ બામણીયા સમાજ રત્ન ડો ઈશ્વરભાઈ ભરડા, ૐ સાંઈ ટેકા પરબ ના પ્રમુખ રામસી ભાઈ બામણીયા શ્રી મતિ લાખીબેન બામણીયા,સમાજ શ્રેષ્ટી પ્રેમજી ભાઈ વાજા મગન ભાઈ બામણીયા, કમલેશભાઈ બામણીયા વાલજી ભાઈ બામણીયા, દામજી ભાઈ બામણીયા, હરેશ ભાઈ બામણીયા પ્રવીણ ભાઈ બામણીયા મોહન ભાઈ બામણીયા સહીત મોટી સંખ્યા મા ભક્ત સમૂહ દાય જોડાયા હતા આ શોભા યાત્રા પોરબંદર ના શ્રીઅંખડ રામધૂન મંદિર રોડ દિવેચા કોળી સમાજની વાડી ખાતે આવેલા શ્રી રામદેવજી મહારાજ મંદિર ખાતે મંદિર ના ગાદી પતિ વિનુ બાપુ દેસાણી ની નિશ્રા મા સંપન્ન થઇ હતી આ તકે શ્રી રાંદલ માતાજી ના લોટા સત્યનારાયણ કથા કાર્ય ક્રમ યોજયા હતા સનાતન ધર્મ ના તારણ હાર ને દ્વારકાધીશ ભગવાન શ્રી ક્ર્ષ્ણ ના અંશ અવતાર નકલંગ નેજા ધારી શ્રી રામદેવજી મહારાજ ની પ્રસાદી કાર્યક્રમ મા ભજન, ભક્તિ અને ભોજન ત્રિવેણી સંગમ સમા અવસરે સાંજે જ્ઞાતિ જાતિ ના ભેદ ભાવ વગર બામણીયા પરિવાર સહીત ભક્ત જનો એ ભોજન રૂપે મહા પ્રસાદ લીધો હતો આ ધાર્મિક ઉત્સવ ના અવસરે કોળી સમાજના ભાઈ બહેનો , અગ્રણીઓ અને ભક્ત જનો મોટી સંખ્યા મા આશ્થા ભેર જોડાઈ ને દિવ્યતા ની લાગણી અનુભવી હતી