પોરબંદરની પૌરાણીક શ્રીનાથજીની હવેલીમાં ફુલ-ફાગ મનોરથ

શ્રી ગોવર્ધનધરણ શ્રીનાથજી ની અસીમ કૃપાથી ફાગણ સુદ ૭ તા.૧૬/૦૩/૨૦૨૪ ને શનિવારે શ્રી ગો. તિ. ૧૦૮ શ્રી ઈન્દ્રદમનજી (રાકેશબાવાશ્રી) મહારાજશ્રીના મંગલ જન્મ દિવસના ઉપલક્ષમાં શ્રીનાથજી હવેલી માણેકચોક, પોરબંદર ખાતે સાંજે ૫-૦૦ કલાકથી હોરી રશીયા એટલે કે, ફુલ-ફાગ નો દિવ્ય કાર્યક્રમ સૌ વ્હાલા વૈષ્ણવો માટે યોજેલુ હોય અને આ પ્રસંગને દિપાવવા જાણીતા ગાયક અને વલ્લભ પ્રભુ સત્સંગ મંડળના પ્રણેતા પ્રકાશભાઈ રૂપારેલ દ્રારા સૌ વૈષ્ણવો ને અલૌકીક આનંદ પ્રાપ્ત કરાવશે. અને તે રીતે વૈષ્ણવોમાં ખૂબ જ જાણીતી પૌરાણીક શ્રીનાથજી હવેલીમાં રાજસ્થાનની મુખ્ય શ્રીનાથજી હવેલીના મહારાજ શ્રી રાકેશબાવાશ્રી ના પ્રાગટય દિવસની અલૌકીક ઉજવણી કરવામાં આવશે. તો સૌ વૈષ્ણવોને આ મનોરથમાં પધારવા શ્રીનાથજી હવેલીના મુખ્યાજી શ્રી પ્રકાશભાઈ ઠાકર એ સૌ વૈષ્ણવોને ભાવ ભર્યું નિમંત્રણ પાઠવેલ છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!