પોરબંદર જિલ્લા ના ત્રણ રસ્તાઓ માટે 980 લાખરૂપિયાના કામો નવેસરથી મંજુર
અર્જુનભાઈ મોઢવાડીયા એ રાજ્યસરકાર માં કરેલી રજૂઆત સફળ
પૂર્વકેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયાએ પણ સરકારમાં કરી હતી ભલામણ
પોરબંદર જિલ્લા ના એન.એચ.2 પોરબંદર – શ્રીનગર રોડ (વી.આર.પ્લાન), મોઢવાડા – રામવાવ રોડ અને વિસાવાડા થી મરસીયા સિમ વિસ્તાર રોડ માટેના રીન્યુઅલ ડામરકામ તેમજ રિસરફેસિંગ તથા મજબૂતીકરણ માટે ના કામો રાજ્ય સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ હતા. પરંતુ આ રસ્તાઓનો બેઝ નબળો હોવાથી ડામર કરતાં પહેલાં રીમેટલીંગ કરવું જરુરી હતું એટલા માટે પંચાયત માર્ગ અને મકાન વિભાગ તરફથી રસ્તાના મજબૂતીકરણ સહીત નું નવેસર થી એસ્ટીમેટ બનાવી અને જુના જોબ નંબર રદ કરી નવેસર થી જોબ નંબર આપવા માટેની દરખાસ્ત કરેલ હતી. જે અનુસંધાને અર્જુનભાઈ મોઢવાડીયા એ રાજ્ય સરકાર માં કરેલ વિસ્તૃત રજૂઆત તેમજ પૂર્વકેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા એ કરેલ ભલામણ ને ધ્યાને લઈ આગાઉ ફાળવેલ રકમ ને બદલે નવેસર થી વધુ રકમ ફાળવવામાં આવી છે.
એન.એચ.2 પોરબંદર – શ્રીનગર રોડ (વી.આર.પ્લાન)ના 6.50 કી.મી. ના રસ્તા માટે માટે અગાઉ 86.00 લાખ રકમ મંજુર કરવામાં આવી હતી તેના બદલે હવે 498.00 લાખ ની રકમ ફાળવવામાં આવી છે, જેથી હવે આ રોડ ઉપર માટીકામ, મેટલીંગ, ડામરકામ, વાઈડનીંગ, સી.સી. રોડ, પ્રોટેક્શન વોલ તથા નાળા પુલીયા ના કામો થશે. તેમજ મોઢવાડા – રામવાવ 5.00 કિ.મી. રોડ માટે અગાવ 88.00 લાખ ની રકમ ફાળવવામાં આવી હતી તેના બદલે 320.00 લાખ ની રકમ ફાળવવામાં આવી છે, આ રોડ ઉપર માટીકામ, મેટલીંગ, ડામરકામ તથા સી.સી. રોડ નું કામ થશે. તેમજ વિસાવાડા થી મરસીયા સિમ વિસ્તારના 4.50 કી.મી.રોડના કામ માટે અગાઉ 54.00 લાખ ની રકમ ફાળવવામાં આવી હતી તેના બદલે હવે 160.00 લાખ ની રકમ ફાળવવામાં આવી છે. આ રોડ ઉપર માટીકામ, મેટલીંગ, ડામરકામ તથા સી.સી. રોડ નું કામ થશે. ત્રણેય રસ્તાઓ માટે કુલ 978.00 લાખ ની રકમ મંજુર કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા મહત્વના રસ્તાઓને નવેસર થી વધુ રકમ ફાળવી ને મંજૂરી અપાતા ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી છે અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અર્જુનભાઈ મોઢવાડિયા નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.