વિશ્વ ચકલી દિવસ નિમિતે ચકલીના માળા તથા પાણીના કુંડા લગાવવામાં આવ્યા

લાયન્સ કલબ પોરબંદર દ્વારા તા. 20-03-2024 બુધવારના રોજ વિશ્વ ચકલી દિવસ નિમિતે એચ. બી.3 પ્રિ સ્કૂલમાં ચકલીના માળા તથા પાણીના કુંડા લગાવવામાં આવ્યા.
વિશ્વ ચકલી દિવસ નિમિતે એચ. બી.3 પ્રિ સ્કૂલમાં ચકલીના માળા તથા પાણીના કુંડા લગાવ્યા તેમજ નાના ભૂલકાઓ સાથે ચકલીના ગીતો સાથે હળવું નૃત્ય કર્યું.
ગુજરાતમાં HB 3 પ્રિ સ્કૂલ દરેક શહેર માં આજની પેઢીને અનુરૂપ શિક્ષણ આપતી પ્રિ સ્કૂલ છે,એમની એક પોરબંદર વાડી પ્લોટ વિસ્તારમાં ડાયરેક્ટર જાનકી હિન્ડોચા તથા રાજ રાયચૂરા સંચાલિત પ્રિ સ્કૂલ માં 100 થી વધુ ભૂલકાંઓ સંસ્કારીત તેમજ શિક્ષણની ગુણવત્તા સભર શિક્ષણ મેળવી રહ્યા છે.
HB 3 પ્રિ સ્કૂલના ડાયરેક્ટર જાનકી હિન્ડોચા દ્વારા પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડિયાને લાયન્સ કલબનો આભાર સાથે અભિવાદન પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં લાયન્સ કલબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડિયા, સેક્રેટરી લાયન અજય દત્તાણી, જોઈન્ટ સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામી, લાયન પંકજ ચંદારાણા, લાયન કેતન હિન્ડોચા,ડાયરેકટર ઓફ HB3 પ્રિ સ્કૂલના જાનકી હિન્ડોચા, રાજ રાયચૂરા તેમજ કર્મચારી ગણ તથા ભૂલકાંઓ ઉપસ્થિત રહેલ હતાં.
નેચર ફોરએવર સોસાયટી ઓફ ઈન્ડિયા અને ઈકો એસવાયએસ એક્શન ફાઉન્ડેશન ઓફ ફ્રાન્સના સહયોગથી 20 માર્ચ 2010ના રોજ વર્લ્ડ ચકલી દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી.40થી વધુ રાષ્ટ્રો વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરે છે. ચકલીની વસતીમાં થતા નોંધપાત્ર ઘટાડાને નિયંત્રિત કરવા માટે ખાસ આ દિવસ ઉજવે છે.
સરેરાશ ચાર થી પાંચ વર્ષનું આયુષ્ય ધરાવતી ચકલીઓ માનવ વસાહતોમાં ટોળાઓમાં રહે છે. તે પાણીમાં ઝડપી તરી શકે છે. ચકલી સ્વભાવે સુરક્ષાત્મક હોય છે અને પોતાનો માળો બનાવે છે. નર ચકલી આ માળો બનાવે છે… તમામ નગરજનો ને ચકલી નું રક્ષણ થાય એ જ વિનંતી છે…

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!