એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ની તિરંગા ડાન્સ વિથ પિરામિડ કૃતિ ને મુખ્ય મંત્રી દ્વારા પ્રોત્સાહન
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ શરૂ કરેલ ઘર ઘર તિરંગા યાત્રા ને પ્રોત્સાહન આપવા રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પોરબંદરની મુલાકાતે આવેલા હતા આ યાત્રા દરમિયાન એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા યાત્રાના માર્ગ પર તિરંગા ડાન્સ વિથ પિરામિડ એ મુખ્યમંત્રી તેમજ યાત્રામાં જોડાયેલ લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરેલ આ માટે યાત્રાના નોડલ અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારી ડો.મનીષ જીલાડીયા તેમજ ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા ,સાંસદ રમેશભાઈ ધડૂક,રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરિયા નગરપાલિકા ના પ્રમુખ સરજુભાઈ કારિયા સહિત ના આગેવાનોએ એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના મુખ્ય સંચાલક કેતન કોટિયા ,સુરજ મસાણી અને કૃતિ ના કોરિયોગ્રાફર મયુર ગોહેલ તેમજ મહેશ મોતીવરસ ,જયેશ ખેતરપાલ અને આ કૃતિ પ્રસ્તુત કરનાર બાળકો ક્રિપા જુન્ગી,ગીત તોરણીયા,નંદીકા મેહતા,આંસી મદલાની, જાનવી પાંખાનિયા,સ્નેહા કોટિયા,ધ્વનિ સલેટ,અંજલિ ગંધરોકીયા,મહેક દાવડા,ક્રિપાસા પાંજરી, રિદ્ધિ શિયાળ,અદિતિ શિયાળ,સિદ્ધિ પોસ્તરીયા,ધનિષ શેરાજી,નિશિ ગોહેલ વગેરે ને ધન્યવાદ પાઠવેલ..