ભારતની એક એવી ટ્રેન જે વર્ષમાં માત્ર એક જ વાર યાત્રા કરે છે
ભારતમાં એક એવી ટ્રેન ચાલે છે જે વર્ષમાં માત્ર એક જ વાર 15 દિવસની યાત્રા કરે છે પણ જ્યારે જ્યારે એ યાત્રા કરે છે ત્યારે 500 જેટલા લોકોની કારકિર્દી બનાવે છે અને ભારતનું ભાવિ ઘડે છે.
મુંબઈની જાગૃતિ સેવા સંસ્થાન નામની એનજીઓ દ્વારા સંચાલિત આ ટ્રેન સને 2008થી પ્રતિવર્ષ યાત્રાએ નીકળે છે જેમાં અત્યાર સુધીમાં 23 દેશોના 75 હજારથી વધુ યુવાનો જોડાઈ ચૂક્યા છે.
આ ટ્રેનના યાત્રિકોમાં મોટાભાગના યુવાન ઉદ્યોગ સાહસિકો હોય છે. યાત્રાનો એકમાત્ર ઉદ્દેશ એમાં જોડાયેલા યુવા સાહસિકોને એકબીજા સાથે જોડવાનો, નેટવર્કિંગનો અને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવાનો છે.
15 દિવસની આ યાત્રામાં 100 જેટલા માર્ગદર્શકો યુવાનોને કૃષિ, શિક્ષણ, ઉર્જા, આરોગ્ય, ઉત્પાદન, પાણી અને સેનીટેશન, કલા-સાહિત્ય અને સંસ્કૃતિ જેવા વિષયો પર ઉપલબ્ધ તકો અને તે માટેના ઉપાયો સૂચવે છે.
કુલ 8000 કિલોમીટરની મુસાફરી દરમિયાન આ ટ્રેન ભારતના 10 થી 12 જેટલાં શહેરોમાં જાય છે ટ્રેનમાં 500 યાત્રી હોય છે. જાગૃતિ યાત્રાની ચાલુ વર્ષે 16 નવેમ્બરે શરૂ થનાર યાત્રા મુંબઈથી શરૂ કરીને હુબલી, બેંગ્લોર, મદુરાઈ, ચેન્નાઇ, વિશાખાપટ્ટનમ, દિલ્હી, સહિતના શહેરોમાં ફરીને પહેલી ડિસેમ્બરે અમદાવાદમાં પૂરી થશે.
આ પ્રકારની આ દુનિયાની સૌથી વિશિષ્ટ અને સૌથી લાંબી યાત્રા છે.
(સૌજન્ય : Mitesh Shastri )