પોરબંદર ઈનર વ્હીલ ક્લબે વર્ષ 23-24 માં ઉત્તમ સેવાકીય પ્રવૃત્તિઓ માટે ડિસ્ટ્રિક્ટ અને નેશનલ સ્તરે અનેક ગૌરવ પુરસ્કારો મેળવ્યા
– ઇન્ટરનેશનલ ઇનર વ્હીલના શતાબ્દી વર્ષમાં, ધુલે ખાતે યોજાયેલ ડિસ્ટ્રિક્ટ 306 ની ડિસ્ટ્રિક્ટ એસેમ્બલીમાં પોરબંદર ઈનર વ્હીલ ક્લબ દ્વારા વર્ષ 2023-2024 દરમ્યાન સંપન્ન થયેલી તેમની ઉત્તમ સેવાકીય પ્રવૃત્તિઓ માટે ડિસ્ટ્રિક્ટ અને નેશનલ સ્તરે અનેક ગૌરવ પુરસ્કારો મેળવીને ઉત્તમ કાર્યદક્ષતાનો પરિચય આપ્યો છે.Dist.306 ની કુલ 44 ક્લબમાંથી પોરબંદર ક્લબને *”પ્લેટિનમ સ્ટાર ક્લબ* અને પ્રેસિડેન્ટ સીમા સિંઘવીને ” *પ્લેટિનમ સ્ટાર પ્રેસિડેન્ટ”* એવોર્ડ સાથે *સેન્ટિનરી ક્વીન* નો તાજ પહેરાવી અભિવાદન કરવામાં આવ્યુ હતું.
આ સન્માન પોરબંદર ક્લબને તેમના વર્ષ દરમિયાન કરવામાં આવેલી ઉત્તમ સેવાકીય પ્રવૃત્તિઓ અને અનેકવિધ પ્રોજેક્ટ્સ માટે આપવામાં આવ્યું હતું.પોરબંદર ઇનર વ્હીલ ક્લબના સેવાકીય પ્રવૃત્તિઓમાં
●બેસ્ટ ક્લબ ફોર સપોર્ટિંગ સ્પેશિયલ ચિલ્ડ્રન
●બેસ્ટ નેશનલ પ્રોજેક્ટ એન્ડ્રોઇડ ટેબલેટ પ્રોજેક્ટ એવોર્ડ
●બેસ્ટ સ્પોર્ટ્સ એક્ટિવિટી એવોર્ડ
●વુમેન એમપાવરમેન્ટ એવોર્ડ
●સિનિયર સિટીઝન કેર એવોર્ડ
●હેલ્થ એન્ડ હાઈજીન એવોર્ડ
●હેપ્પી સ્કૂલ એવોર્ડ
● બેસ્ટ લિટ્રેસી પ્રોજેક્ટ એવોર્ડ
●બ્રાન્ડિંગ ઇનર વ્હીલ જેવા કુલ ૨૦ શ્રેષ્ઠ અવોર્ડ પુરસ્કારોનો સમાવેશ થાય છે.
વર્ષ દરમિયાન પોરબંદર ક્લબના હોદ્દેદારોને પણ તેમની ઉત્તમ કામગીરી માટે શ્રેષ્ઠ પુરસ્કારો આપવામાં આવ્યા,જેમાં દિપા દત્તાણીને “બેસ્ટ સેક્રેટરી,” પાસ્ટ પ્રેસિડેન્ટ સુનયના ડોગરાને “બેસ્ટ આઈ.એસ.ઓ,” નીતુ લાખાણીને “બેસ્ટ એડિટર,” અને નમ્રતા ઠકરારને “બેસ્ટ ઈ-એડમીન” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સાથે પોરબંદર ક્લબને “મેન એન્ડ માઇલેજ” એવોર્ડ પણ એનાયત થયો હતો.
ડિસ્ટ્રિક્ટ સ્તરે, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ચેરમેન રાધિકાબેન વાડિયાને “એસોસિએશન અને ઇન્ટરનેશનલ ઇનર વ્હીલ ઇવેન્ટ્સ કોર્ડિનેટર માટે શાઇનિંગ સ્ટાર એવોર્ડ”
પાસ્ટ પ્રેસિડેન્ટ સુનયના ડોગરાને “લીટરસી મિશન માટે શાઇનિંગ સ્ટાર એવોર્ડ”
આઈ.પી.પી મીના મજીઠીયાને “યુથ ડેવલોપમેન્ટ માટે શાઇનિંગ સ્ટાર એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા હતા
પોરબંદર ક્લબને સૌથી વધુ સેવાકીય પ્રોજેક્ટ માટે નેશનલ સ્તરે સન્માનિત કરી એવોર્ડ આપવામાં આવ્યો અને આ ઉપરાંત પ્રેસિડેન્ટ સીમા સિંઘવીને દિલ્હી ખાતે નેશનલ સ્તરે યોજાયેલ મેરાથોનમાં પ્રથમ વિજેતાની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
આ આંતરરાષ્ટ્રીય શતાબ્દી વર્ષ અને પોરબંદર ઇનર વ્હીલ ક્લબ નું ડાયમંડ જ્યુબિલી વર્ષ 2023-2024 સેવાકીય સરાહનીય કાર્યો માટે યાદગાર રહ્યું છે.
આ સર્વોચ્ચ સન્માન માટે પોરબંદર ઇનર વ્હીલ ક્લબ અને તેના તમામ સભ્યોને હાર્દિક અભિનંદન અને સૌનો હૃદયથી ઋણ સ્વીકાર.