પોરબંદર જિલ્લામાં વરસાદને કારણે થયેલ નુકશાનીનો સર્વે કરાવી વળતર આપવા ભાજપ પ્રમુખ રમેશ પટેલે મુખ્ય મંત્રીને કરી રજુઆત
પોરબંદર જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી અવિરત વરસાદ પડી રહ્યો છે. તેમજ ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે તેમજ પોરબંદર જિલ્લામાં અવિરત વરસાદ ચાલુ હોવાથી. ગામ્ય વિસ્તારમાં પાણી આવવાથી ખેડુતોની જમીનનું ધોવાણ થયેલ છે. ખેડૂતો દ્વારા કરવામાં આવેલ તમામપાકનાં વાવેતરને ભારે નુકશાન થયેલ છે, ખેતરો તેમજ ગામોમાં પાણી ભરાયેલા છે. જેનાં લીધે ખેડુતોનો મહામુલ્ય ઉભો પાક નાશ થઇ ગયેલ છે અને નદિ કાંઠાનાં ખેતરોનું ખુબ જ ધોવાણ થયેલ છે. ઘેડ વિસ્તારમાં આવેલ ભાદર, મીણસાર, ઓઝત, મધુવંતી, બરડા વિસ્તારમાં વર્તુ-૧,૨ જેવી તમામ નદિઓમાં ધોડાપુર આવેલા છે. આ જિલ્લાનાં ઉપરવાસમાં આવેલા ડેમો ભરાઇ જવાથી તેમાથી પણ પાણી છોડવામાં આવેલ છે. તે તમામ પાણી ઘેડ તથા બરડા પંથક તથા શહેરી વિસ્તારમાં ફરી વળ્યુ છે અને આ પાણી લોકોનાં ઘરમાં ધુસી ગયા હોવાથી લોકોની ઘરવખરીને પણ ભારે નુકશાન થયેલ છે. વેપારી ઓને નુકશાન થયેલ છે.તેમજ લોકોને પોતાનું ઘર મુકીને સ્થાળાંતર કરવાની ફરજ પડી છે. આ કુદરતી આપત્તિને લીધે લોકોને ખુબ જ નુકશાન થયેલ હોય, જે નુકશાનીનો સર્વે કરાવી પાક નિષ્ફળ ગયો છે તેમને પાકનું વળતર તેમજ જમીનોનાં ધોવાણ થયા છે તેમને નુકશાનીનું વળતર અને જે લોકોને ઘરની ઘરવખરી નુકશાન થયેલ છે તે તમામને સરકાર તરફથી પેકેજ જાહેર કરી વળતર આપશો. સ્થાળાંતર કરેલ લોકો ને કેશડોલ ની સહાય ચુકવવા ભાજપના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા (પટેલ) એ મુખ્યમંત્રી ને રજુઆત કરી છે.
.
પોરબંદર જિલ્લાનાં ત્રણેય તાલુકાનાં ઘેડ વિસ્તાર અને પોરબંદર તાલુકાનાં બરડા વિસ્તાર, રાણાવાવ તાલુકાનો હાઇ-વે થી ઉપરનો ડુંગર વિસ્તાર તેમજ કુતિયાણા તાલુકાનો હાઇ-વે થી ઉપરનો ડુંગર વિસ્તાર ની જમીનો આવેલી છે તેમાં જમીનમાંથી પાણીનાં રેસ ફુટી નિકળેલ હોય ખેડૂતો દ્વારા કરવામાં આવેલ તમામ પાકોનાં વાવેતર નિષ્ફળ ગયેલા છે.ખેતીની જમીન માં ચાર થી પાંચ ફુટ પાણી ભરાયેલા છે. ખેડુતોના પશુઓ તેમજ માલધારી ઓના પશુઓનો ઘાસચારા પલળી ગયેલ છે.તે ખેડુતો તથા માલધારી ઓને ઘાસચારા ની તાત્કાલીક વ્યવસ્થા કરવામાં આવે તેમજ જીલ્લાના શહેરી વિસ્તારોમાં પણ ખુબ નુકશાન થયેલ છે. તે તમામનો સર્વે કરાવી વળતર આપવા મુખ્યમંત્રી ને જિલ્લા ભાજપ ના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા એ ભલામણ સહ વિનંતી કરી છે