ઈદ-એ-મિલાદુન્નબીની ઉજવણી:પોરબંદર મા મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદ નિમિત્તે જુલૂસ કઢાયું

પોરબંદરમાં ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે મુસ્લિમ સમાજ દ્વારા ઈદે-એ-મિલાદુન્નબી નિમિત્તે જુલૂસ કાઢી પયગમ્બર સાહેબની મિલાદ શરીફ અને સલાતો સલામ પેશ કરતા સાથે (જન્મદિવસની) ઉજવણી કરવામાં આવી હતી.

મુસ્લિમ ધર્મના લોકો ઇસ્લામ ઘમૅના સ્થાપક (મહાન પયગમ્બર હઝરત મુંહમ્મદ મુસ્તફા સલ્લેલાહો અલયહે વસલ્લમ) ના જન્મ દિવસને ઈદ-એ-મિલાદુન્નબી કે ઈદ-એ-મિલાદના રૂપમાં ઉજવે છે.

ઈસ્લામિક કેલેન્ડર અનુસાર આ તહેવાર ત્રીજા મહિનાના રબી-ઉલ-ઉવ્વલના 12મા દિવસે ઉજવવામાં આવે છે. ઈદ-એ-મિલાદુન્નબીનું મહત્વ ઈસ્લામિક ધર્મમાં ખૂબ વધારે છે. કારણ કે આ તહેવાર પયગમ્બર હજરત મુંહમ્મદ મુસ્તફા સલ્લેલાહો અલયહે વસલ્લમના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. પયગમ્બર સાહેબ ઈસ્લામિક ધર્મના છેલ્લા અને દુનિયા ના આખરી નબી છે. સાથે જ આ તહેવાર ઈસ્લામિક લોકોને એકતાના સૂત્રમાં બાંધે છે અને તેમને પયગમ્બર સાહેબની શિક્ષાઓને યાદ કરવાના અવસર પ્રદાન કરે છે. તેના ઉપરાંત આ તહેવાર મુસ્લિમ સમાજ ના લોકોને સમાજ સેવા માટે પ્રેરિત કરે છે અને ગરીબો,જરૂરીયાતમંદોની મદદ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

પોરબંદર માં હૈદરી યંગ કમીટી તરફથી ચાંદ રાતથી 12 રાત સુઘી તકરીર નુ શાનદાર પ્રોગ્રામ રાખવામા આવયા હતા અને 12 દિવશ સુઘી ન્યાજ શરીફ નુ આયોજન કરવામા આવ્યુ હતુ 12 મી રાતે આખી રાત મુસ્લિમ સમાજ ની મસ્જિદોમા, ઘરોમા, વિસ્તારોમા, ફુલહાર,મીરબતી, લાઇટો,થી સંઘારી હતી અને આખી રાત ઇબાદતો કરવામા આવી હતી અને બીજા દિવસે સવારે 9:30 કલાકે અન્જુમને ઇસ્લામ ની આગેવાનીમા નીકારેલ જુલુશમા ઝેરે સદારત સૈયદ ગુલામ મુહમ્મદબાપુ સાહબ,રોનકે જુલુસ મુફતી વાસીફરઝા સાહબ,હઝરત મોલાના મુસ્તફારઝા યમની સાહબ,નુરાની અનદાજમા તકરીર કરી હતી. આ સાથએ જુલુશ શરીફ ની શરઆત હઝરત મીરાપીર બાદશાહ દરગાહ શરીફ ખાતે થી ઈદે મિલાદુન્નબી તરીકે ઉજવણી કરવામા આવી હતી અને.પોરબંદર ખાતે જશ્ને ઇદે-એ-મિલાદુન્ન નબીની ધામધુમ પુર્વક ઉજવણી કરવામા આવી હતી…

મુસ્લિમ સમાજ અગ્રણી દ્રારા મુબારક બાદી
પોરબંદર નગરપાલીકાના કાઉન્સીલર ફારુકભાઇ સુર્યા, અશરફી સીમનાની ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી હાજી ઇમ્તિયાઝભાઇ સુન્નીવોરા,એડ્વોકેટ અકબરભાઇ સલોત આરબ જમાતના પ્રમુખ હાજી અબ્બાસભાઇ,સિપાઇ જમાતના પ્રમુખ ફેઝલખાન પઠાણ માજી પ્રમુખ ફારુકખાન શેરવાની સામાજીક કાર્યકર જાહીદભાઇ નાગોરી, સૈયદ અજીમબાપુ કાદરી, મુલ્લા જમાતના પ્રમુખ યાકુભાઇ,હાજી હુશેનભાઇ આરબ, યુસુફખાન શેરવાની,અશરફભાઇ પટેલ,આસીફખાન પઠાણ,દ્રારા પોરબંદર જીલ્લા અઘ્યક્ષક ભગીરથસીહ જાડેજા કીર્તિ મંદીર પોલીસ સ્ટેશનના પી.આઇ.ચૌઘરી સાહેબ નુ ફુલહારથી સ્વાગત કરવામા આવયુ હતુ.તેમજ જુલુશ મા મુસ્લિમ સમાજના આગેવાનો અને બીરાદરો સાથે ગલેલાગી મુશાફો કરી એક બીજાને ઇદની મુબારક બાદી આપવામા આવી હતી.

નારાઓ લગાવાયા
ઇદે મિલાદ પર્વને લઇને મુસ્લિમ બિરાદરોમાં અનેરો ઉત્સાહ વર્તી રહ્યો હતો. જુલુસમા પોરબંદર મુસ્લિમ બિરાદરો એકત્ર થઈ સરકાર કી આહમદ મરહબાના નારાઓથી ગુજી ઉઠ્યુ હતુ.

શાંતિપૂર્ણ રીતે ઉજવણી
આ જુલુસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઠેર ઠેર ન્યાઝનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જુલુસમાં વડીલો યુવાનો અને નાના ભુલકાઓ જોડાયા હતા. જુલુસનો આનંદ માણ્યો હતો. ઇદે મિલાદનુ જુલુસ શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થયુ હતુ. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યુ હતુ.તહેવારની ઉજવણી ધામધુમથી કરવામાં આવી હતી.

યાદી..
યાકુબભાઇ હારુનભા મુલ્લા
પ્રમુખ કાજી-મુલ્લા જમાત-પોરબંદર

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!