લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબના “સેવાકીય સપ્તાહ”અંતર્ગત સામાન્ય સભા સાથે રાસોત્સવ 2024,પ્રતિભાવાન શિક્ષકોનું સન્માન કરાયું

લાયન્સ કલબ પોરબંદર દ્વારા તા.03-10-2024 ગુરુવારના રોજ લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબના “સેવાકીય સપ્તાહ”ના ચોથા દિવસે સામાન્ય સભા સાથે રાસોત્સવ 2024,પ્રતિભાવાન શિક્ષક શ્રીઓનું સન્માન તથા અન્ય કાર્યક્રમો યોજાયા.
————————————————
લાયન્સ કલબ પોરબંદર તથા સ્વ ભૂરા મુંજા જાડેજા ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે તા.03-10-2024 ગુરુવારના રોજ સૂરજ પેલેસ ના આંગણે આશાપુરા ગરબી મંડળ સાથે લાયન્સ પરિવાર નો રાસોત્સવ 2024 ઉજવાઈ ગયો.
કાર્યક્રમની શરૂઆત લાયન પ્રેસિડેન્ટ ઋષિતાબ પરમાર દ્વારા સ્વાગત પ્રવચન હાજર રહેલા સહ પરિવાર લાયન મિત્રોના સ્વાગત સાથે થઈ તેમજ મલ્ટીપલ કાઉન્સિલર ટ્રેઝરર હિરલ બા જાડેજાએ લાયન્સ ક્લબ સંસ્થાનો પરિચય તેમજ લાયન્સ કલબ પોરબંદર દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃતિઓને ટીમ વર્ક થી થઇ રહી હોવાનું જણાવી તમામની કાર્યશૈલીને બિરદાવી હતી.
હીરલબા જાડેજા એ પોરબંદર લાયન્સ નીસેવાકીય કાર્ય ની પ્રશંશા કરતા જણાવ્યું હતું કે ૯૦ દિવસ ના ટૂંકા સમય માં ૩૦૫ જેટલા પ્રોજેક્ટો ની હારમાળા સર્જી ડિસ્ટ્રિક્ટ માં પ્રથમ ક્રમે રહી ખરા અર્થ માં લાયન્સ ની નામના કરી છે
સાથે સૌ ને નવરાત્રિ ની શુભેચ્છા પાઠવી હતી

લાયન પ્રજ્ઞાબેન ગજ્જર દ્વારા સ્તુતિ ગાન બાદ શિક્ષક દિન નિમિતે પોરબંદરના છ પ્રતિભાવાન શિક્ષકશ્રીઓ ધર્મા બેન જોષી, વર્ષા બેન પરમાર,અર્ચના બેન જોષી,ત્વિશા બેન જોષી,પૂર્વી બેન ભટ્ટ તથા આશા બેન મોઢાનુ મોમેન્ટો આપી તેમની સેવા બિરદાવતા સન્માનિત કરવામાં આવ્યા હતાં.

નવા આવેલ લાયન અશ્વિન ભાઈ ઠાકર તથા તેમના સ્પોંસર લાયન જયેન્દ્રભાઈ હાથી ને પિન તથા પ્રમાણપત્ર આપી સ્વાગત કરવામાં આવેલ.
પ્રેસિડેન્ટ લાયન ઋષિતાબા પરમારની છેલ્લા ત્રણ મહિનાની ઉત્તમ કાર્યશૈલીને ઇન્ટર નેશનલ દ્વારા પિન આપી બેસ્ટ પ્રેસિડેન્ટ તરીકેની નોંધ બિરદાવવામાં આવી હતી.
ગત વર્ષ દરમ્યાન લાયન્સ કલબ ના સેવાકીય પ્રવૃત્તિઓ માં ખાસ પોસ્ટ ઓફિસ વિશેના કાર્યક્રમ માં સેવા આપનાર અશ્વિન ભાઈ ડાભી તથા દીપેન ભાઈ પાણખાણીયા ને લાયન નિધિ શાહ મોઢવાડીયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
લાયન્સ કલબ પોરબંદર ના સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામી દ્વારા લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ વિશે જાણકારી મળી રહે તે હેતુથી ડિસ્ટ્રિક્ટ 3232-J માં ક્વીઝ ચલાવવા માં આવતી હતી તેના વિજેતા લાયન સુભાષભાઈ ઠકરાર ને રીજીયન ચેરપર્સંન લાયન નિધિ શાહ મોઢવાડીયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
ત્યારબાદ રાસોત્સવ કાર્યક્રમ શરૂ થતાં લાઈન મિત્રો સહ પરિવાર ડીજે ના તાલે ઝૂમી મનભરી રાસનો આનંદ માણ્યો હતો,તેમાં વિવિધ કેટેગરી મુજબ જજ દ્વારા વિજેતા જાહેર કરવામાં આવેલ 25 જેટલા ખૈલેયાઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવેલ,જેના દાતા લાઈન તુષાર પારેખ અરવિંદ સ્ટોર પોરબંદર ના ઓનર કે જેઓ સતત 2007 થી આજ સુધી ઈનામ ના દાતા રહ્યા છે,તેની પણ નોંધ લેવામાં આવી હતી.
ગત વર્ષ ના સેક્રેટરી લાયન અજય દત્તાની નો સરપ્રાઇઝ બર્થડે લાઇન્સ પરિવારે સાથે મળી ઊજવ્યો હતો
આ કાર્યક્રમમાં મલ્ટીપલ કાઉન્સિલર ટ્રેઝરર હિરલ બા જાડેજા,લાયન્સ કલબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન ઋષિતાબા પરમાર, સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામી, ટ્રેઝરર લાયન નિલેશ કારાવદરા,
સર્વિસ વિક ચેરમેન લાયન વ્રજલાલ સામાણી, રીજીયન ચેરપર્સંન લાયન નિધિ શાહ મોઢવાડીયા તથા અન્ય લાયન મિત્રો સહ પરિવાર
ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમના અંતે સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામીએ હાજર રહેલ તમામનો આભાર માન્યો હતો.
કાર્યક્રમ નુ સમાપન રાષ્ટ્ર ગાન થી કરવામાં આવ્યું હતું
નવરાત્રિ ની આરાધના સાથે રાધત્ર ભક્તિ ની અનુભૂતિ અનુભવ્યા બાદ સ્વાદિષ્ટ ભોજન નો આસ્વાદ માણી સૌએ વિદાઈ લીધી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!