સેવ પોરબંદર સી ના તમામ સભ્યો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું
આજરોજ તારીખ 25/ 11/ 2024 ના સોમવારે સેવ પોરબંદર સી ના તમામ સભ્યો દ્વારા એક આવેદન જિલ્લા કલેકટર ને આપવામાં આવ્યું ..
થોડા સમય પહેલા પોરબંદરના દરિયા કિનારે જાજી માછલીઓ મૃત હાલતમાં મળી આવેલ. આવું વારંવાર દરિયા કિનારે જોવા મળે છે, તે જોઈને પોરબંદર વાસીઓનું દિલ દુભાતું રહે છે.
સેવ પોરબંદર સી જ્યારે જેતપુરના પ્રદૂષિત પાણીના પોરબંદરમાં છોડવાની વિરુદ્ધ આંદોલન છેડી રહ્યા છે ત્યારે પોરબંદરના દરિયામાં કોઈપણ દ્વારા આ પ્રદૂષિત પાણી ના છોડાય તે બાબતે સતત જાગૃત રહે છે
પોરબંદરના એક નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટર ને ફરિયાદ કરવામાં આવી કે દરિયા કિનારે બિરલા ફેક્ટરી વાળા વિસ્તારમાં માછલીઓ મરે છે, આથી જિલ્લા કલેકટરે જીપીસીબી દ્વારા એ તપાસનો આદેશ આપેલો.
આથી સેવ પોરબંદર સી ના સભ્યોએ આ બાબતે જાગતા રહેવાની નેમ સાથે એક આવેદન આપ્યું કે જીપીસીબી દ્વારા જે રિપોર્ટ કલેક્ટર ના સોંપવામાં આવે તે રિપોર્ટ સમગ્ર પોરબંદર શહેરને જાહેર કરવામાં આવ્યા તથા સેવ પોરબંદર સી ના સભ્યોને પણ આ અંતર્ગત જાણ કરવામાં આવે કે આ કયું પાણી છે? કેટલું પ્રદૂષિત છે ? અને આ પ્રદેશ આ પ્રદૂષણને ડામવા માટે જીપીસીબી તેમજ કલેકટર દ્વારા શા હુકમો થયા ?
સેવ પોરબંદર સી ની ટીમ અને જાગૃત નાગરિકો આજ પછી દરિયા કિનારે સતત જોતા રહેશે કે બિરલા માંથી બહાર ફેકાતું પાણી કેટલી હદે પ્રદૂષિત અને ગરમ છે અને જે પગલા કલેક્ટર સાહેબ દ્વારા તેમને ચીંધવામાં આવ્યા છે તે પગલા ઉપર તેઓ કાર્ય કરી રહ્યા છે કે નહીં.
આ અંતર્ગત એક આવેદન gpcb ના મુખ્ય અધિકારીને પણ આપવામાં આવ્યો છે હાલમાં અહીં ચાર્જમાં છે અને તેમની ડ્યુટી જેતપુરમાં પણ છે.
માછીમાર ભાઈઓને આ પ્રદૂષિત પાણીના કારણે નજીકમાં માછલીઓ નથી મળતી આથી તેમના દૂર દૂર જવું પડે છે અને તેને કારણે તેમને આર્થિક ઘસારો તેમજ શ્રમ વધુ થાય છે અને પ્રમાણમાં આર્થિક નુકસાન પણ થાય છે. આ વાતની સાબિતી એ છે કે કોરોના કાળમાં બે વર્ષ દરમિયાન આ બિરલા ફેક્ટરી બંધ હતી તો તે લોકોને નજીકમાં જ માછલીઓ મળી જતી તેમને બે ત્રણ દિવસની ખેપ ન કરવાથી આર્થિક ફાયદો રહેતો.
છાયા અને તે બાજુના તમામ વિસ્તારો માં રાત્રે આ બિરલા ફેક્ટરીનો ધુમાડો છોડાતો હોવાથી કાળી નું સામ્રાજ્ય ફેલાયેલું રહે છે સાથે સાથે ત્યાં રહેલા તમામ લોકોને ચામડીના અને ફેફસાના રોગો થાય છે આ બાબતે પણ ખૂબ બધી વાર એ લોકોના ફરિયાદ કરવાથી કોઈ ફાયદો થયો નથી સમસ્યાનું કોઈ નિરાકરણ થતું નથી .
આશ્ચર્ય ની વાત તે છે કે તેઓ ફેક્ટરી માં પોરબંદર ના લોકો ને કાયમી રાખતા બંધ કરી દીધા છે, ટુંક માં, આ ફેક્ટરી માંથી પોરબંદર ને કોઈ જ રોજગારી કે ફાયદો નથી તો નુકશાન શા માટે ભોગવે ?
સેવ પોરબંદર સી ની ટીમ હવે હવેથી આ કોઈપણ પ્રકારના પ્રદૂષણ ચલાવી નહીં લે અને તે બાબતે જાગૃત રહી તમામ ટીમ ઉગ્રતા સાથે પોરબંદરને સ્વચ્છ કરવાની નેમ રાખે છે.
આજે આવેદન આપવાનું તાત્કાલિક ધોરણે નક્કી થતા મોટી સંખ્યા માં સભ્યો જોડાયેલા અને સાથે જાગૃત નાગરિકો પણ જોડાયેલા