યોગ અને ધ્યાનની ભવ્ય ઉજવણીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ યોગ સમિતિના સહયોગ દ્વારા ધ્યાનના માધ્યમથી મનની શાંતિ અને આત્મશુદ્ધીનો સંદેશ અપાયો
‘વિશ્વ ધ્યાન દિવસ–૨૦૨૪’
*યોગ અને ધ્યાનની ભવ્ય ઉજવણીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ યોગ સમિતિના સહયોગ દ્વારા ધ્યાનના માધ્યમથી મનની શાંતિ અને આત્મશુદ્ધીનો સંદેશ અપાયો.
‘વિશ્વ ધ્યાન દિવસ-૨૦૨૪’ નિમિતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો નવતર પ્રયાસ :- રાજ્યના વિવિધ શહેરો – ગામડાઓ મળીને કુલ ૪૦ સ્થળોએ વિશેષ કાર્યક્રમોનો આયોજન
યુનાઇટેડ નેશન્સ (UNO) દ્વારા ૨૧ ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઘોષિત કરવું ભારત માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ છે. વિશ્વ ધ્યાન દિવસ-૨૦૨૪ની ઉજવણી સૌપ્રથમ વાર સમગ્ર વિશ્વમાં કરાશે. ભારતની પ્રાચીન મજબૂત યોગ અને ધ્યાન પરંપરાઓને જીવનના એક પવિત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે. આ પ્રાચીન વિજ્ઞાન આજે તણાવમુક્ત અને આધુનિક જીવન માટે ઉત્તમ ઉપાય બની ગયું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ પ્રયત્નોથી, યોગ અને ધ્યાનને વૈશ્વિક સ્તરે સ્વીકાર અને લોકપ્રિયતા મળી રહી છે. આજે તે માનવજાત માટે આશાનું પ્રતીક બનીને દરેક નાગરિકોને એકતા અને શક્તિનો સંદેશ આપે છે. યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગસેવક શીશપાલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ સમર્પણ ધ્યાન, પતંજલિ યોગ સમિતિ, હાર્ટફુલનેસ, આર્ટ ઓફ લિવિંગ તેમજ વિપાષ્યના જેમ યોગ અને ધ્યાન સાથે સંલગ્ન અન્ય સંસ્થાઓ દ્વારા ૨૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી વિશાળ અને પ્રેરણાત્મક રીતે કરવામાં આવી રહી છે. ‘વિશ્વ ધ્યાન દિવસ–૨૦૨૪’નો પોરબંદર જિલ્લામાં શહેર ની મધ્યમાં આવેલ મહારાજા શ્રી નટવરસિંહ જી ઉદ્યાન માં ભવ્ય કાર્યક્રમ યોજાયેલ જેમાં પતંજલિ યોગ સમિતિ અને યોગ સમ્રાટ સ્વામી રામદેવજી ના પરમ શિષ્ય અને યુવા પ્રભારી સ્વામી આદિત્યદેવજી ની અધ્યક્ષતામાં વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ત્રિદિવસીય ધ્યાન યોગ શિબિર નો પ્રારંભ કરવામાં આવેલ તેમની સાથે સ્વામી સનાતન દેવજી સોના માં સુગંધ સ્વરૂપે પોરબંદર યોગ પ્રેમી જનતાને લાભાન્વિત કરશે ત્યારે આ શિબિર ના ઉદઘાટન પ્રસંગને દીપાવવા શહેર ના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા,નગર સેવા સદન ના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, નગર સેવા સદન ના ઉપપ્રમુખ મનીષભાઈ શિયાળ,ધારાસભ્ય અર્જુનભાઇ ના પત્ની હીરાબેન મોઢવાડીયા,સાગરપુત્ર સમન્વય અને પાયોનીયર ક્લબ ના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા,કાઉન્સિલર અને ગ્રીન પોરબંદર ના કોર્ડીનેટર ધર્મેશભાઈ પરમાર, સામતભાઈ ઓડેદરા,આર્ય સમાજ ના પ્રમુખ ધનજીભાઈ આર્ય, સિનિયર ડો.સુરેશભાઈ ગાંધી સાહેબ,ભોજેશ્વર યોગ ગ્રુપ ના સંચાલક જીતુભાઈ મદલાણી, વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમ ની શોભામાં અભિવૃદ્ધિ કરેલ . વિશ્વ ધ્યાન દિવસ-૨૦૨૪ના વિશેષ કાર્યક્રમો રાજ્યના વિવિધ શહેરો-ગામડાઓ મળીને કુલ ૪૦ સ્થળોએ યોજાયેલ. જેમા લાખો નાગરીકો સહભાગી બનીને શરીરમાં શાંતિ, સુખ, અને તદુરસ્તી લાવેલ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, પ્રચંડ પુરુષાર્થી યોગ સેવાક શિષપાલ જી ની પ્રેરણાથી, પોરબંદર જિલ્લા કોર્ડીનેટર કેતન કોટિયા ના માર્ગદર્શનમાં 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ ની ભવ્ય ઉજવણી ત્રિદિવસીય ધ્યાન યોગ શિબિર ના માધ્યમથી પ્રારંભ થયેલ છે .વિશ્વ ધ્યાન દિવસ શિબિર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત અને પતંજલિ યોગ સમિતિના સહયોગ થી થયેલ છે જે માટે પતંજલિ યોગ સમિતિ ના જિલ્લા પ્રભારી નરેશભાઈ જૂંગિ
,હસમુખભાઈ સીલું અને સમસ્ત પતંજલિ યોગ સમિતિ ઉપરાંત ગુજરાત યોગ બોર્ડ ના તમામ કોચ,તમામ ટ્રેનરો,તમામ સાધકો અને કોર કમિટી ના સભ્યોનો જિલ્લા કોર્ડીનેટર કેતન કોટિયા એ આભાર વ્યક્ત કરેલ સાથે જણાવેલ કે હવે પછી ના બે દિવસની યોગ શિબિર પતંજલિ સમિતિ દ્વારા આયોજિત અને ગુજરાત યોગ બોર્ડ દ્વારા સહયોગ માં રહી કરવામાં આવશે જેનો લાભ લેવા પોરબંદર ની યોગ પ્રેમી ને સ્વાસ્થ્ય પ્રેમી જનતાને આહ્વાન કરવામાં આવેલ છે.