માધવપુરમાં બીચ સ્પોટ ફેસ્ટિવલના વિજેતાઓને ટ્રોફી, ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા
ઉતર પૂર્વના રાજ્યો અને ગુજરાતના રમતવીરો વચ્ચે જુડો, ટેકવોન્ડો, દોડ, ફૂટબોલ, બીચ કબડ્ડી, બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ, રસ્સાખેંચ સહિતની ૮ રમતો યોજાઇ
માધવપુર (ઘેડ) મેળો – ૨૦૨૪ માં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા “બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલમાં માધવપુર ચોપાટી બીચ ઉપર જુડો, ટેકવોન્ડો, ૧૦૦ મી. દોડ, ફૂટબોલ, બીચ કબડ્ડી, બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ, રસ્સાખેંચ એમ કુલ ૮ (આઠ) રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલમાં જિલ્લા વહીવટી અધિકારીશ્રી, ગાંધીનગર ડૉ. રશિક મકવાણા, આસિસ્ટન્ટ એજ્યુંકેશન ઇન્સ્પેક્ટર શ્રી જતીન રાવલ, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, પોરબંદર ડૉ. મનીષકુમાર જીલડીયા, જુડો હેડ કોચ (ભાઈઓ) શ્રી વ્રજભૂષણ રાજપૂત, જુડો હેડ કોચ (બહેનો) શીતલ શર્મા, ટેકવેન્ડો એક્સપર્ટ કોચ માલતી શર્મા, ડીએલએસએસ પ્રોગ્રામ મેનેજર શ્રી ગૌરવ પોખરીયાલ, સામાજિક કાર્યકર્તા, માધવપુર શ્રી કે.પી.મહેતા વગેરે મહાનુભાવોએ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલમાં ઉતર પૂર્વના રાજ્યોના ૨૪ ખેલાડીઓ, અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ૨૪ વચ્ચે જુડો અને ટેકવેન્ડોની રોમાંચક સ્પર્ધા યોજાઈ હતી. ઓફિસિયલ્સ દ્વારા જુડો રમતમાં ગુજરાતની ટીમ તથા ટેકવોન્ડોમાં આસામની ટીમને ચેમ્પ્સન જાહેર કરી ચેમ્પિયનશીપ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જુડો રમતમાં બેસ્ટ જુડોકા (મેલ) ગુજરાતના રમેશ ચૌધરી તથા બેસ્ટ જુડોકા (ફીમેલ) મણીપુરના સુબાશીની દેવી તથા, ટેકવોન્ડો રમતમાં બેસ્ટ પરફોર્મર (મેલ) આસામના રિષભ ચૌધરી તથા બેસ્ટ પરફોર્મર (ફિમેલ) આસામના નબામ મેનિયા બન્યા હતા. જેમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ જુડો રમતમાં વિવિધ વેઈટ કેટેગરીમાં વિજેતાઓને ૧૨ ગોલ્ડ મેડલ તેમજ ૧૨ સિલ્વર મેડલ તથા ટેકવોન્ડો રમતમાં વિવિધ વેઇટ કેટેગરીમાં વિજેતાઓને ૧૧ ગોલ્ડ મેડલ તેમજ ૧૧ સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, તથા ભાગ લેનાર તમામ ખેલાડીઓને સર્ટીફીકેટ એનાયાત્ત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.