ઓપન ગુજરાત રંગસંગ રાસોત્સવ 2022 માટે ખેલૈયાઓ અને અને દર્શોકોમાં ભવ્ય આતુરતા.
આવતી કાલે તા.25/09/2022 રવિવાર સાંજે 6.30 કલાકે ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ જ્યાં સમસ્ત ખારવા સમાજ આયોજિત નવરાત્રી વારા સેફ્રોરોન ગેટ ખાતે વિશાલ મેદાન માં ઓપન ગુજરાત હાવીસ રંગસંગ 2022 નું આયોજન પોરબંદર ની એક્સ્ટ્રીમ ફિટનેસ કેર,પટેલ કોમર્સ એકેડમી,સંસ્કૃતિ પર્ફોર્મિંગ આર્ટ અને ફાઇબર ગ્રુપ ઓફ પોરબંદર સંસ્થાઓ ના સંયુક્ત ઉપક્રમે સેવા,સ્વાસ્થ્ય,સંસ્કૃતિ અને શિક્ષણના પ્રચાર પ્રસાર માટે ભવ્ય આયોજન થયેલ છે ત્યારે આ ઓપન ગુજરાત રંગસંગ રાસોત્સવ નવરાત્રીનો રંગ જમાવવા ગુજરાત ભર ના જાણીતા પ્લાયબેક સિંગર તથા લોકગાયકો દેવ ભટ્ટ ,અભયદાન ગઢવી અને જાણીતા વિરંજલી પ્લે માં શાહિદે આઝમ ભગતસિંગ નો કિરદાર નિભાવનાર અને સોશ્યિલ મીડિયા સ્ટાર આરજે આકાશ ખાસ આકર્ષણ નું કેન્દ્ર રહેનાર છે ત્યારે પોરબંદર ના ગરબાના ધુરંધરો ખેલૈયા ઓને તથા માં જગદંબા ના ઉપાસકો અને નવરાત્રિ પ્રેમી સર્વે બાળકો,યુવક,યુવતીઓ અને દરેક દર્શકોને આયજકો કેતન કોટિયા,સુરજ મસાણી,ધવલ આદેશના,રાજ સિંગાના,હરેશ મઢવી,પૂનમ પોસ્તરીયા,હિતસ ખોરાવા, હર્ષિતભાઈ શિયાળ એ સર્વે લોકોને આમંત્રિત કરતા હર્ષની લાગણી અનુભવી છે આ અવસરે પોરબંદર ના ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા નગર સેવા સદન ના પ્રમુખ સરજુભાઈ કારિયા,પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ પંકજભાઈ મજિઠીયા,જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા,સમસ્ત ખારવા સમાજના વણોટ પવનભાઈ શિયાળ,ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ કમલેશભાઈ ખોખરી વગેરેઓએ આયોજકોને આગામી ઓપન ગુજરાત રાસોત્સવ માટે શુભેચ્છા પાઠવેલ છે.