રાણાવાવ પેન્શનર સમાજની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

રાણાવાવ પેન્શનર સમાજે રેડક્રોસની સેવા પ્રવૃત્તિને બિરદાવી

રાણાવાવ ખાતે પેન્શનર સમાજની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ વાર્ષિક સભામાં પોરબંદર રેડક્રોસની પ્રવૃત્તિઓને ખાસ નોંધ લઈ આ સેવા કાર્યને બિરદાવવામાં આવ્યું હતું.

પોરબંદર રેડક્રોસ દ્વારા માનવ સેવાની અનેક પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. આ પ્રવૃત્તિઓથી પ્રેરાઈને રાણાવાવ પેન્શનર સમાજે તેમની વાર્ષિક સાધારણ સભામાં પોરબંદર રેડક્રોસના હોદ્દેદારોને ઉપસ્થિત રહી સેવા પ્રવૃત્તિઓથી લોકોને માહિતગાર કરવા ખાસ આમંત્રણ આપ્યું હતું. જેથી આ વાર્ષિક સાધારણ સભામાં પોરબંદર રેડક્રોસના હોદેદારોએ ઉપસ્થિત રહી રેડક્રોસની કામગીરી અને સેવા પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી આપી હતી. આ ઉપરાંત રેડક્રોસ અને સરકારી મેડિકલ કોલેજ દ્વારા ચલાવવામાં આવતી દેહદાનની પ્રવૃત્તિમાં પેન્શનર સમાજના 7 જેટલા સભ્યોએ દેહદાન અંગે સંકલ્પ કર્યો હતો. આ વાર્ષિક સાધારણ સભામાં પોરબંદર રેડક્રોસના પૂર્વ ચેરમેન ડો. સી.જી.જોશી, સેક્રેટરી અકબરભાઈ સોરઠીયા, મેડિકલ કોલેજના ડો. મયંકભાઈ જાવીયા અને પેન્શનર સમાજના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાણાવાવ પેન્શનર સમાજના પ્રમુખ એમ.એલ.ઠાકર, ઉપપ્રમુખ કે.સી.રાજપરા અને તમામ હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!