કવિન ઓફ રાજુલાનો પોરબંદર સુધી 300 કિલોમીટર સુધીનો સંઘર્ષ
પ્રતિકાત્મક તસ્વીર
એશિયાટિક/ આફ્રિકન સિંહોના ઇતિહાસમાં પહેલી વખત 2 વલ્ડ રેકોડ ગુજરાતના અમરેલીમાં બનાવ્યા આ સિંહણ નું નામ છે કવિન અને આ રાજુલાની રાણીએ પોતાના વિસ્તારમાં સ્થાય થવા માટે શોધખોળ માટે 300 કિલોમીટર સુધી સંઘર્ષ કરતા વનવિભાગ ચોકી ઉઠ્યું અને રાજુલાના રેવન્યુ વિસ્તારમાં મુક્ત કરતા સિંહ નિષ્ણાંતોએ વનવિભાગનો આભાર માન્યો
દેશીની શાન ગણાતા સાવજોમાં આજે એક વલ્ડ રેકોડ રચાયો છે અમરેલી જિલ્લામાં આવેલ થોડા મહિના પહેલા રાજુલાના રેવન્યુ વિસ્તારમાં સિંહણ તેમના બચ્ચાં સાથે ફરતી હતી આ વચ્ચે 1 વ્યક્તિ નજીક પસાર થતા સિંહના બચ્ચાને બચાવવા જતા સિંહણ દ્વારા સામાન્ય ઇજાઓ કરી હતી આ ઘટના બાદ વનવિભાગ દ્વારા આ સિંહણને ગીર અભયારણ્ય વિસ્તારમાં મુક્ત કરી હતી જેથી આ વિસ્તારમાં કોઈ ઘટના ન બને અને આ ગીર અભયારણ્ય જંગલમાં રાજુલાની રાણી માનવામાં આવતી હતી અને એ સમયે તેમના 4 બચ્ચા સાથે હતા અને અન્ય સિંહોએ પોતાના વિસ્તારમાં વર્ચસ્વની લડાઈમાં ઇનફાઈટ થવાના કારણે 3 સિંહબાળના મોત થયા હતા
એક સિંહ બાળ સાથે પોરબંદર એસ એસ સી કોલોની સુધી પહોંચી ગઈ
એક સિંહબાળ સાથે સિંહણ તેને બચાવવા ફરી પોતાના વિસ્તારમાં સ્થાઇ થવા માટે ફરતી ફરતી દરિયાઈ પટ્ટી પર માંગરોળ માધવપુર ઓડદર તથા કુતિયાણા તાલુકામાં થઈને દિવાળીના દિવસે જ રાત્રે પોરબંદર શહેર સુધી પોહચી હતી જ્યાં સાંદિપની આશ્રમ આસપાસ થઈને એસએસસી કોલોની રહેણાંક વિસ્તાર સુધી પહોંચી હતી આ જાણી ને પોરબંદર ફોરેસ્ટ વિભાગ પણ શબ્દ થઈ ગયો હતો સિંહણ તેના સિંહ બાળ સાથે હતી આથી ક્યારેય પણ ગુસ્સામાં આવીને લોકો પર હુમલો કરી શકે તેમ હતી પરંતુ આવો કોઈ બનાવ બન્યો નહીં આ પરથી સ્પષ્ટ થાય છે કે સિંહણનો સ્વભાવ શાંત અને લોકોને હાનિ ન પહોંચાડવાનો હતો.પોરબંદર માં બે થી ત્રણ દિવસ વન વિભાગ ની સતત વોચ રાખવામાં આવી હતી અને રહેણાંક માં કોઈ ભય ન ફેલાય તે હેતુ સર સિંહણને સિંહ બાળ સાથે વનવિભાગ દ્વારા પકડવામાં આવી હતી
આ સમય દરમિયાન કવિન ઓફ રાજુલા એ અનેક સંઘર્ષ નો સામનો કર્યો હશે
રાજુલા થી પોરબંદર સુધી ના 300 કિલોમીટરની સફરમાં કવિન ઓફ રાજુલાને અનેક મુશ્કેલી આવી હશે જેમાંથી ખોરાક ની શોધખોળ તથા ખાસ કરીને પીવાના પાણીની શોધખોળ તો અમુક સમયે તેને તરસ્યું અને ભૂખ્યું પણ રહેવું પડ્યું હોય તેવું પણ બન્યું હતું.પોરબંદર માં સિંહણ આવી હોવાનો એક તરફ આનંદ હતો તો લોકો માં ભય પણ ફેલાયો હતો.રહેણાંક વિસ્તારમાં આવતા પ્રાણીઓ સૂચવે છે કે હવે તેઓ પણ અલગ વિસ્તારની શોધ માં છે ક્યાંક ને ક્યાંક સિમેન્ટ ના જંગલો તેને અવરોધ રૂપ બની રહ્યા છે.
જોકે આ 300 કિલોમીટર સુધીનો આ સિંહણનો સંઘર્ષ વલ્ડ રેકોડ બનાવી દીધો હોવાનું સિંહ નિષ્ણાંતો માની રહ્યા છે આ ઘટનાની ગંભીરતા સમજી સિંહબાળ સિંહણ ભટકતા ભટકતા કોઈ અકસ્માત અથવા તેમની સુરક્ષાને ધ્યાને લઇ વનવિભાગ દ્વારા રાજુલા રેવન્યુ વિસ્તારોમાં મુક્ત કરી દેવાય છે
સિંહો ઉપર સંશોધન કરનારા સિંહ નિષ્ણાંતોના કહેવા પ્રમાણે આ કવીન રાજુલાની રાણી છે અને પ્રભાવશાળી સિંહણ છે તેમનો ભવ્ય દેખાવ શૂરવીરતા અન્ય મોટાભાગે નીલગાય જેવાજ મારણો કરે છે સામાન્ય પશુ જેવા ખૂબ ઓછા મારણો કરે છે ઉપરાંત અન્ય સિંહોને સાચવે સાથે રાખે જેથી અન્ય સિંહો આ રાણીની રાહ જોઈ બેઠા હતા જેના કારણે કવીન તરીકે પ્રસિદ્ધ થઈ છે તેમનો પ્રેમ સ્નેહ સિંહ ઉપર સંશોધન કરનારા જૂનાગઢના ડોકટર જલ્પન રૂપાસરાએ તો આ સિંહણ માટે વનવિભાગનો આભાર વ્યક્ત કરી સિંહણની ખાસિયતો શુ છે વિશેષતા શુ છે તે જાણકારી આપી હતી
રાજુલા રેવન્યુ વિસ્તારમાં હાલમાં સિંહણની એક એક મુમેન્ટ ઉપર વનવિભાગ નજર રાખી રહ્યું છે અને સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે કેવી રીતે રહે છે ક્યાં વસવાટ કરી રહી છે આ બધી બાબતે કવીન સિંહણ ઉપર વિશેષ નજર છે ઉપરાંત આ વિસ્તારમાં આ પહેલી કવીન નથી અહીં અગાવ લક્ષ્મી સિંહણ હતી આજે મેઘરાજ સાવજ પણ હતો જોકે આ મેઘરાજ ખૂંખાર હતો અનેક સિંહો સાથે ઘર્ષણ કરતો હતો ત્યારબાદ તેમના અવસાન બાદ હવે આ કવીનએ રાજુલાની રાણી તરીકે અનોખી ઓળખ જોવા મળી રહી છે