પોલીસ અને જેસીઆઈ દ્વારા ટ્રાફિક જાગૃતિ સાહિત્ય વિતરણ કરાયું
તા.૨૩/૦૧/૨૦૨૪
◆◆◆◆◆◆◆◆◆◆
માર્ગ સલામતી માસ અંતર્ગત પત્રિકા અને સ્ટીકર દ્વારા જાગૃતિ લાવવા પ્રયાસ
સમગ્ર રાજ્યની સાથે પોરબંદરમાં પણ જિલ્લા પોલીસ અને જેસીઆઈ પોરબંદર દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા સાહેબ પોરબંદર શહેરનાઓના માર્ગદર્શન હેઠળ શહેર અને જિલ્લામાં ટ્રાફિક જાગૃતી માટે અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તેમાં આજે શહેરના મુખ્ય વિસ્તાર રાણીબાગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને જેસીઆઈ દ્વારા વાહન ચાલકો અને દુકાનદારોને માર્ગ સલામતી બાબતનું માર્ગદર્શન આપતી પત્રિકા, સ્ટીકર અને બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ટ્રાફિક પીએસઆઇ કે.બી.ચૌહાણ, કે.એન.અઘેરા,તથા Asi ડી.ડી.વાઢીયા,કે.બી.પરમાર,HC હિતેષભાઈ,અશોકભાઈ તથા જેસીઆઈ પોરબંદરના પ્રમુખ આકાશ ગોંદીયા,સંજય કારીયા, વિવેક લાખાણી, રાહુલ લાખાણી,ધૈવત વિઠ્ઠલાણી વગેરે મેમ્બરો તથા ટીઆરબી જવાનો જોડાયા હતા.