પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા જ્ઞાતિના અગ્રણીને ભીષ્મ પિતાહમહના એવૉર્ડથી સન્માનિત કરાશે

પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા કોળી સમાજ શ્રેષ્ઠિ,ભૂત પૂર્વ કાઉન્સિલર અને 97 વર્ષ ની આયુ ધરાવનાર શ્રી રામ ભક્ત શ્રી ભગવાનજી બામણીયા ને એવૉર્ડ એનાયત કરાશે
પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા ચાર દાયકાઓથી કોળી સમાજના સામાજિક, શૈક્ષણિક, આધ્યાત્મિક અને સેવા ક્ષેત્રે સક્રિય યોગદાન આપના રા કોળી સમાજનાપૂર્વ ઉપ પ્રમુખ અને પોરબંદર ની નગર પાલિકા માં સતત છ ટર્મ રહી ચૂકેલા 97 વર્ષે પણ યુવાનો ને શરમાવે તેવીસ્ફૂર્તિ અને તદુરસ્ત સ્વાસ્થ્ય ધરાવનારસેવા કર્મી મોભી શ્રી રામભક્ત ભગવાનજી ભાઈ કાળા ભાઈ બામણીયા ને તેમની ચાર દાયકા ઓની સેવાની કદર રૂપે પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા ભીષ્મ પિતાહમહના એવૉર્ડ થી સન્માનિત કરવા નુ ભવ્ય આયોજન કરવા માં આવેલ છે પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજની દ્વારા પોરબંદર ની ભદ્ર કાલી રોડ પર આવેલી શ્રી દિવેચા કોળી સમાજ ની વંડી ખાતે તાજેતર માં મળેલી સમાજની ની અગ્રણીઓ ની મળેલી બેઠક માં આ નિર્ણય લેવાયો હતો આ બેઠકમાં કોળી સમાજના અગ્રણીઓ સર્વ ગીગા ભાઈ ચાવડા, બાવન ભાઈ બાબરીયા, ભુપત ભાઈ ડાભી, લાખા ભાઈ મોકરીયા, ભગવાનજી ભાઈ ચાવડા મોહન ભાઈ સોંલન્કી દુદા ભાઈ બારીયા, હેમન્ત ભાઈ મોકરીયા અરજનભાઈ આંત્રોલીયા સહિત ના સમાજ શ્રેષ્ઠિ ઓ હાજર રહયા હતા પોરબંદર ના સ્વામી નારાયણ ગુરુકુળ સામે આવેલ છાંયા પ્લોટ ન્યૂ ઘેડીયા કોળી સમાજ ની વંડી ખાતે આગામી તા 11 ફેબ્રુઆરી રવિવાર ને સાંજે 4-30 કલાકે આ એવોર્ડ અર્પણ કાર્ય કર્મનું આયોજન કરવા માં આવેલ છે ઉલ્લેખ નિય છે કે અયોધ્યા શ્રી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના દિને શ્રી ભગવાનજી બામણીયા ના નિવાસ સ્થાને કોળી સમાજના શ્રેષ્ઠિ ઓ સર્વ શ્રી ઉપલેટા કોળી સમાજના ના પ્રમુખ જગદીશ ભાઈ વિરમગામ ના નેતૃત્વ વામાં કોળી સમાજના અગ્રણીઓ ડો ઈશ્વર ભાઈ ભરડા, રામભાઈ બગીયા, નારણ ભાઈ બામણીયા, રામ સી ભાઈ બામણીયા અરજન ભાઈ આંત્રોલીયા સહીત ના અગ્રણીઓ એ શાલ ઓઢાડી સન્માનિત કરવા માં આવેલ હતા તેના ભાગ રૂપે આ આયોજન થયું છે તાલુકા સમસ્ત કોળી સમાજ ના ગૌરવ રૂપ કાર્ય ક્રમ માં કોળી સમાજ ના અગ્રણીઓ અને ભાઈ બહેનોને ઉપસ્થિત રહેવા પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા નિમંત્રણ પાઠવવા માં આવેલ છે
